Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: Course

રિયલ એસ્ટેટમાં કારકિર્દી બનાવવા માટે રિયલ એસ્ટેટ બિઝનેસ મેનેજમેન્ટ અને હાઉસિંગ ફાઇનાન્સ કોર્સ

રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રેમી) અને ગણપત યુનિવર્સિટી CCEના રિયલ એસ્ટેટ બિઝનેસ મેનેજમેન્ટ અને હાઉસિંગ ફાઇનાન્સનો જોઈન્ટ સર્ટિફિકેશન બીએમએફ(201) એ ચાર મહિનાનો સર્ટિફાઈડ કોર્સ છે, જે વિદ્યાર્થીઓ, પ્રારંભિક તબક્કાના વ્યાવસાયિકો, આંત્રપ્રિનિયર્સ, આગામીપેઢીના ડેવલોપર્સ અને બ્રોકર્સ માટે રચાયેલ રિયલ એસ્ટેટ ઉદ્યોગની વ્યાપક સમજ પૂરી પાડે છે. આ પ્રોગ્રામ 30મી જુન,2018થી શરૂ થશે, તે વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને રેમી(REMI)ના સર્ટિફાઈડ  ફેકલ્ટી અને રીઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો પાસેથી જ્ઞાન મેળવવા તક પૂરી પાડશે. રજિસ્ટ્રેશન માટે, વિદ્યાર્થીઓ www.remi.edu.in પર લોગ ઈન  કરી શકે છે. એપ્લિકેશન્સ માટેનો અંતિમ સમય 29 જૂન, 2018 છે. ધી રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(REMI)ના ડાયરેક્ટર મિસ શુબિકા બિલ્ખાએ જણાવ્યું હતું કે,"રેમીની  સ્થાપના 'સ્કિલ ઇન્ડિયા તો બિલ્ડ ઇન્ડિયા'ના વિઝન સાથે કરવામાં આવી છે, અમારા કાર્યક્રમો દ્વારા ઉદ્યોગોના વિકાસને સરળ બનાવવા માટે જરૂરી છે, જે વિદ્યાર્થીઓ અનેવ્યાવસાયિકોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ટકાઉ કારકિર્દી બનાવવા માટેના આવશ્યક કૌશલ્યો સાથે સજ્જ કરે છે. અમે રેમીને ભારતમાં રિયલ એસ્ટેટ એજ્યુકેશનના અગ્રણી પ્રોવાઇડર તરીકે સ્થાપિત કરવાની ઇચ્છા રાખીએ છીએ જે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસોની સમજ પૂરી પાડે છે, સાથે સાથે તેના વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે જેઓ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમની કારકિર્દી શરૂ કરે છે." ગણપત યુનિવર્સીટી - સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશનના પ્રોફેસર રાજન પુરોહિતે જણાવ્યું કે,“અમે રેમી સાથે મળીને, રીઅલ એસ્ટેટ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગુજરાતમાં આ  પ્રકારનું કાર્યક્રમો શરૂ કરવા માટે ઉત્સાહિત અને સમાન રીતે જવાબદાર છીએ.અમે માણીયે છીએ કે આવિષય વસ્તુ વિશેષજ્ઞ બનવાની ઈચ્છા રાખનાર ઉમેદવારો માટે વધુ શીખવાના અવસરોનો વિસ્તાર કરશે અને આ ક્ષેત્રમાં સારી રીતે કરિયરનું નિર્માણ કરશે.” આ ...

Categories

Categories