નવા કોન્સેપ્ટ સાથે ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા જીવનના 9 રસ પર આધારિત ડાન્સ ફિએસ્ટા 2023 સિઝન 15નું ભવ્ય આયોજન ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ડ્રીમ વર્લ્ડના 18 વર્ષના આ સેલિબ્રેશનના ઉપક્રમ ડ્રીમ વર્લ્ડની ત્રણ બ્રાન્ચ મણિનગર, શાહીબાગ, સેટેલાઈટ સાથે જોડાયેલા 800થી વધુ લોકોએ અને તેમના પરીવારજનો તેમજ શહેરીજનોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. એક પછી એક એમ 250થી વધુ બાળકો, યુવાનો, યુવતીઓ તેમજ સુપર મોમ્સના પરફોર્મન્સ રજૂ થયા હતા. લોકોએ ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમીના જીવનરુપ મહત્વના સંદેશ સાથેના કન્સેપ્ટ તથા એક પછી એક રજૂ થયેલા પરફોર્મન્સને તાળીઓથી વધાવ્યા હતા. ડ્રીમ વર્લ્ડના ડીરેક્ટર અર્થ શાહે આ કાર્યક્રમને લઈને જણાવ્યું હતું કે, જીવન નવ રસ વિના અધૂરું છે દરેકના જીવનમાં નવ રસનું મહત્વ કોઈને કોઈ પ્રકારે રહેલું છે. જેથી અમે સ્ટેજ પર એક પછી એક એમ નવ રસને ડાન્સ પરફોર્મન્સ સાથે બતાવ્યા હતા. જે રીતે દક્ષ પ્રજાપતિ મહાદેવનું અપમાન કરે છે ત્યારે માતા સતી ખૂબ જ દુઃખી થાય છે અને યજ્ઞ કૂંડમાં કુદી પડે છે અને સ્વયંની આહૂતી આપે છે. ત્યારે દેવાધી દેવ મહાદેવ અતિ ક્રોધીત થઈને રૌદ્ર સ્વરુપ ધારણ કરે છે. આ પ્રસંગને સ્ટેજ પર વર્ણવ્યો હતો એટલે કે, તેના થકી અમે આ કાર્યક્રમમાં રૌદ્ર સ્વરુપને દર્શાવ્યું હતું. તેવી જ રીતે ભગવાન ક્રૃષ્ન અને રાધાજીની લીલાઓને ભક્તિ રસના માધ્યથી દર્શાવવામાં આવી હતી. અત્યારની પરિસ્થિતિમાં હાસ્ય રસ જીવનનો સૌથી મહત્વપૂર્ણ રસ છે તેને પણ દર્શાવ્યો હતો તથા શિવાજી મહારાજની વિરતા, વીર રથના માધ્યમથી દર્શાવવામાં આવી હતી તથા અદભૂત રસ જે હિપ-હોપ અને પારકોરથી દર્શાવ્યો હતો. શાંત રસ એટલે કે યોગનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એકેડમીનો આ શિવાય મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી સ્કિલને બહાર લાવવાનો છે. ઉપરાંત સ્ટેજ કાર્યક્રમોથી બાળકો, યુવાનોનોમાં આત્મવિશ્વાસ ખૂબ વધે અને મોટી જનમેદની સામે સારી રીતે પરફોર્મ કરતા તેમનો સ્ટેજ ફિયર પણ દૂર થાય છે. આમ બાળકોના ભવિષ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના પરફોર્મન્સ સાથે જીવનનું મહત્વ તેમજ આપણા ઈતિહાસને પણ તેઓ સારી રીતે જાણી શકે છે.