Tag: સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સ

સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સએ વીઆઈપી લેબ્સનું અધિગ્રહણ કર્યું

 પેથોલોજી લેબોરેટરીઝની જાણીતી ચેઈન સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે ખુશી વ્યક્ત કરતા અમદાવાદ સ્થિત પેથોલોજી સેવાઓની અગ્રણી વીઆઈપી લેબ્સનું હસ્તાંતરણની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પગલું ગુજરાતના ડાયગ્નોસ્ટિક્સ ઉદ્યોગમાં સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સની મજબૂત અને પ્રભાવશાળી હાજરીને વધુ મજબૂત બનાવે છે. સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના એમડી રાજીવ શર્માએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ''અમને વીઆઈપી લેબ્સના સફળતાપૂર્વક અધિગ્રહણની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે. અમે પહેલાથી જ ગુજરાતમાં પેથોલોજી ડાયગ્નોસ્ટિક્સના અગ્રણી પ્રદાતા છીએ અને આ અધિગ્રહણ અમને અમારી માર્કેટ હાજરીને વધુ મજબૂત કરવા, અમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરવા અને અમદાવાદમાં અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને અમારી સેવા પૂરી પાડવા માટે સક્ષમ બનાવશે.'' સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના સીઈઓ  અંકુશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ''આ અધિગ્રહણ બંને કંપનીઓ માટે તેમની શક્તિનો પરસ્પર લાભ ઉઠાવવાની અસાધારણ તક પૂરી પાડે છે. વીઆઈપી લેબ્સના ગ્રાહકોને સ્ટર્લિંગ એક્યૂરિસ દ્વારા ઓફર કરાયેલી ઉચ્ચ-કક્ષાની સેવાઓથી ફાયદો થશે. જેમાં ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, મોલેક્યુલર ટેસ્ટ અને આનુવંશિક ટેસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વીઆઈપી લેબ્સ તેના ગ્રાહકો માટે યુનિક વાર્ષિક સબ્સ્ક્રિપ્શન-આધારિત મોડલ ધરાવે છે, જે સ્ટર્લિંગ એક્યૂરિસને ડાયરેક્ટ ટુ પેશન્ટ સેગમેન્ટમાં તેમની હાજરીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.'' વીઆઈપી લેબ્સના માલિક ડૉ. મેહુલ દવેએ આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સ સાથે જોડાવવાથી અમને અમારી સેવા વધારવા અને વ્યાપક ગ્રાહક આધાર સુધી પહોંચવા માટે તાકાત મળશે. અમે નિશ્ચિત પણે માનીએ છીએ કે આ સહયોગ કંપનીમાં નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપશે. સાથે મળીને અમે અમારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ અને આધુનિક તકનીકી કુશળતા સાથે સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ." 2015માં સ્થપાયેલી સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે ઝડપથી પોતાની જાતને NABL-માન્યતા પ્રાપ્ત પેથોલોજી લેબોરેટરીઝની સૌથી ઝડપથી વિકસતી ચેઈન તરીકે સ્થાપિત કરી છે. 65 લેબ્સ અને 220 કલેકશન સેન્ટર સાથે કંપનીએ તેની ઝડપી વૃદ્ધિનો અનુભવ કર્યો છે. નોંધનીય છે કે મોર્ગન સ્ટેનલી પ્રાઇવેટ ઇક્વિટી એશિયા સ્ટર્લિંગ એક્યૂરિસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણકાર છે. 

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.