Bill Gates to leave less than one percent of his estate to his children

Tag: ટોબેકો મુક્ત ગુજરાત

“ટોબેકો મુક્ત ગુજરાત – કેન્સર મુક્ત ગુજરાત” ના મહાયજ્ઞ રૂપી ચળવળ ના પ્રણેતા શ્રી રોહિતભાઈ પટેલ તેમજ તેમની ટીમને પ્રજા તરફ થી મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ.

ગુજરાતની પ્રજાના જનહિત માટે સામાજિક કાર્યકર શ્રી રોહિતભાઈ પટેલ અને તેમની ટીમ એ ગુજરાતની જનતાના હિતમાં ટોબેકો તથા તેમાંથી બનતી દરેક વસ્તુ ગુજરાત રાજ્ય માં વેચાણ તથા ઉત્પાદન બંધ કરી કેન્સર તેમજ બીજા અન્ય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવા એક ચળવળ શરૂ કરેલ છે. આ શરૂઆત તેમણે અને તેમની ટીમે સાથે મળી ૧૪/૦૨/૨૦૨૩ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, તેમજ આરોગ્ય મંત્રી શ્રી ને રૂબરૂ મળી આવેદન આપી શરૂઆત કરી ત્યારબાદ તા. ૨૨/૦૨/૨૦૨૩ ના રોજ કેન્દ્ર સરકાર માં માન. પ્રધાનમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, તેમજ આરોગ્યમંત્રી શ્રી ને ખુબજ નમ્રતા પૂર્વક આવેદન પત્ર મોકલાવેલ છે તેમજ સાથે સાથે ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો શ્રીને પત્ર લખી આ યજ્ઞારૂપી ચળવળ માં જોડાવવા તેમજ આશીર્વાદ માગતા પત્રો મોકલાવેલ છે તેમજ સરકાર શ્રીએ અત્યાર સુધી તમાકુ ની પ્રોડક્ટ ના વેચાણ તથા અન્ય માટે જુના બનાવેલ કાયદાઓનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે પણ રજૂઆત કરેલ છે. આ ચળવળમાં ગુજરાતના ધર્મ સમાજના ધર્મ ગુરુ, ડોકટરો, વકીલ શ્રિઓ, NGO તેમજ સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ નો તેમજ ગુજરાતની જનતાના આશીર્વાદ મળેલ છે. આગામી આ ચળવળ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, શહેર અને ગામો ગામ જઈને ગુજરાતની જનતાને રૂબરૂ મળી તમાકુ તેમજ તેમાંથી બનતી દરેક વસ્તુનું ગુજરાત રાજ્યમાં વેચાણ તેમજ ઉત્પાદન બંધ થાય એ ધ્યેય સાથે પૂરજોશમાં ચળવળ ને આગળ ધપાવવામાં આવી એવું શ્રી રોહિતભાઈ (પ્રમુખ) તરફથી જાણવા મળેલ છે. આ ચળવળ વિશે શ્રી રોહિતભાઈ પટેલના જણાવ્યા મુજબ આ ચળવળ કેન્સર તેમજ તમાકુથી થતા અન્ય રોગો માંથી મુક્તિ મળે તેમજ ગુજરાતનું યુવાધન બચી જાય તેમજ ખાસ જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય એ એવું સૌ પ્રથમ રાજ્ય બને જેની ભારત ભરમાં નોંધ લેવાય અને આવા "ટોબેકો મુક્ત ગુજરાત રાજ્ય" ની જનતાની ઈચ્છા જાણ્યા પછી ગુજરાતની જનતામાં ખૂબજ સારો પ્રતિસાદ અને આશીર્વાદ મળેલ છે. "સ્વચ્છ ગુજરાત - સ્વસ્થ ગુજરાત" "ટોબેકો મુક્ત ગુજરાત - કેન્સર મુક્ત ગુજરાત"

Categories

Categories