૩ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય-૨૦૨૩નું એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગ અમદાવાદ ખાતે આયોજન
એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિરીંગ ના “રોબોકોન ક્લબ- એલડીસીઈ” એ તેના ત્રણ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય ૨૦૨૩” ની વિગતો જાહેર કરેલ છે, જેમાં કેટલાક વર્કશોપ્સ, ટેકનીકલ ઈવેન્ટ્સ, નોન ટેકનીકલ ઈવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને ફન ઈવેન્ટ્સ વગેરે અનેક કાર્યક્રમોનું આયોજન થવાનું છે. ૨૭ એપ્રિલે, લક્ષ્ય ઇવેન્ટ નો “એક્વિઝન” થીમ આધારિત પ્રારંભ થશે. આ ઈવેન્ટ ના પ્રારંભે, માનવ અને વિવિધ રોબોટ વચ્ચેના સંબંધ ની અમર્યાદ સંભાવનાઓ તથા માનવ શ્રમ પર થનાર સંભવિત અસરો વિશે ચર્ચા કરવા માં આવશે તથા સ્પર્ધાઓ યોજવામાં આવશે. ઇવેન્ટના પ્રારંભે, શ્રી શિવમ બારૈયા (ડેપ્યુટી કલેક્ટરશ્રી), શ્રી રુચિર કક્કડ (સી.ઈ.ઓ. WEBOCCULT, રોબોટીક્સ તથા આર્ટીફિશીયલ ઇંટેલિજન્સ ના નિષ્ણાત) તથા શ્રી હિમાંશુ ધાંડેકર (સહ સ્થાપક - PITCHVILLA.COM, સ્ટાર્ટ અપ સહાયક તથા એંજલ ઇંવેસ્ટર) ડૉ. આર. કે. ગજ્જર ૧૯૪૮થી દેશમાં એન્જિનિયરીંગ માટેની શરૂ થયેલી સંસ્થાઓમાંની એક એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગ એક અગ્રણી સંસ્થા છે. અમારા અનેક પૂર્વ વિદ્યાર્થીઓ દુનિયાભરમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ટોચના સ્થાને કાર્યરત છે. ૨૦૧૪ માં “લક્ષ્ય” ની શરૂઆત વિદ્યાર્થી સમુદાયને તેમની ટેકનીકલ ક્ષમતાઓ વિકસાવવા માટે કરવામાં આવી. લક્ષ્ય વિવિધ પૃષ્ઠભૂમિ અને વિવિધ કોલેજીસના તમામ ભાવિ એન્જિયનિર્સને વર્કશોપ્સ, ટેકનીકલ, નોન-ટેકનીકલ, લિટરરી તથા ફન ઈવેન્ટ્સમાં સામેલ થવા માટે તક આપે છે. “લક્ષ્ય” એક થીમ આધારિત ઈવેન્ટ છે અને દર વર્ષે આ ઈવેન્ટ અનોખી થીમ સાથે આવે છે. આ વર્ષની થીમ “એક્વિઝન" છે અને તેના અનુસંધાને તા:૨૭ અપ્રિલ, ૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે કાર્યક્રમના ઉદ્ઘાટ્ન સમયે કોલેજના પરિસરમાં શ્રી શિવમ બારૈયા, શ્રી રુચિર કક્કડ, શ્રી હિમાંશુ ધાંડેકર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. “લક્ષ્ય ૨૦૨૩”માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને મને આશા છે કે તેઓ તેના વાસ્તવિક હેતુને પરિપૂર્ણ કરશે. ડૉ.મેજર ચૈતન્ય સંઘવી વિભાગના વડા એપ્લાઇડ મિકેનિક્સ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ] આ વર્ષે, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ તેની સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે તથા તેઓ સંસ્થા નું નામ ઉજ્વળ રાખવા માટે ઘણું યોગદાન આપી રહ્યાં છે. આ વર્ષે અમે સંસ્થા ના ૭૫ વર્ષ ની પુર્ણાહુતી નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. હું ટીમ લક્ષ્ય ૨૦૨૩ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. પ્રોફેસર મિતુલ મકવાણા “લક્ષ્ય" ઇવેન્ટ એ રોબોકોન ક્લબ એલડીસીઇ દ્વારા આયોજાયેલી એક અનોખી પહેલ છે. "લક્ષ્ય ૨૦૨૩” તમામ કોલેજોનાં વિદ્યાર્થીઓને વિવિધ ટેકનીકલ ઈવેન્ટ્સ, વર્કશોપ્સમાં સામેલ થવા માટે પ્લેટફોર્મ આપે છે જેનાથી તેમને ટેકનીકલ જ્ઞાન વિક્સીત કરવાની તથા તેને પ્રેક્ટીકલ જ્ઞાન મા પરિવર્તિત કરવાની અને કો-કરિક્યુલર એક્ટિવિટીઝ જેમકે રમતગમત, સાહિત્ય, પર્ફોર્મિંગ આર્ટ્સ વગેરેમાં ભાગ લેવાની તક મળે છે. લક્ષ્ય એક એવો વિચાર છે કે જે ૨૦૧૪ માં વિદ્યાર્થીઓ લાવ્યા હતા અને દર વર્ષે અનોખા થીમ કાર્યક્રમનું આયોજન કરાય છે. ૨૦૧૪માં થીમ ડિફેન્સ એક્સ્પો’ હતું અને તેમાં તમામ શહીદોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ૨૦૧૫ માં, એચ. આર. સમિટ' નું આયોજન થયું હતું અને આ સમિટમાં અનેક કંપનીઓનાં એચઆર સામેલ રહ્યા હતા અને તેમણે ઈન્ટર્નશીપ્સ અને પ્લેસમેન્ટસ મેળવવામાં એમઓયુ માટે મદદ કરી હતી. ૨૦૧૬માં, એજ્યુકેશન કોન્સ્લેવ ‘સંવાદ-એજ્યુકેશન કોન્ફ્લેવ' નું આયોજન કરી દેશની શિક્ષણ પદ્ધતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફોરમની સ્થાપના નોલેજ એક્સચેન્જ માટે કરાઈ હતી. ૨૦૧૭માં થીમ પરિવર્તન – ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા' હતું જેમાં ડિજિટલ ઈન્ડિયા અને સ્કીલ્ડ - ઈન્ડિયા પર લક્ષ્ય હતું. ૨૦૧૮ માં ‘ખ્વાબ-ટુવર્ડ્સ અ ન્યુ એરા' થીમ હતી જેમાં ટેલીકમ્યુનિકેશન, એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનુ ભાવિ દ્રષ્ટિગોચર થાય તે જોવાયુ હતુ. ૨૦૧૯માં થીમ “નૂર એ સ્વદેશ” હતી જેમાં દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ દેશમાં પ્રવર્તમાન વિવિધ સેક્ટર્સ જેમકે ટેકનોલોજી, મેડિકલ, પર્યાવરણ, સાહિત્ય અને કલ્ચર, સ્પોર્ટ્સ, ડિફેન્સ અને બિઝનેસ ક્ષેત્રની સંભાવનાઓ રજુ કરી હતી તથા કૌશલ્ય (સ્કિલ) માં વૃધ્ધિ થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામં આવ્યુ હતુ. લક્ષ્ય- ૨૦૨૦, "સામર્થ્ય" થીમ સાથે જીવનધોરણને સુધારવામાં એન્જિનિયરોના યોગદાનન ને પ્રકાશિત કરેલ. લક્ષ્ય- ૨૦૨૧, "PERCEPTION" થીમ સાથે અનોખી રીતે ઓનલાઇન આયોજિત કરાયલ હતો, જે એક અનોખી પેહેલ હતી. લક્ષ્ય-૨૦૨૨ “અનાગત”થીમ આધારિત આધારીત હતી . આ ઈવેન્ટ અંતર્ગત ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, વર્ચ્યુઅલરિયાલિટી, ઓમેંટેડ રિયાલિટી વગેરે ટેકનોલોજીને સમર્પિત હતી. આ વર્ષે પણ લક્ષ્ય તેની થીમ “એક્વિઝન