3 years of good governance of Chief Minister Bhupendrabhai Patel in Gujarat is complete
Bill Gates to leave less than one percent of his estate to his children

Tag: ચેમ્પિયનશિપ

એક્સ્ટ્રામાર્કસ યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપ નું કરવામાં આવ્યું આયોજન

એક્સ્ટ્રામાર્ક્સ નવા યુગના ડિજિટલ લર્નિંગ સોલ્યુશન્સનો અગ્રણી ગ્લોબલ પ્રોવાઇડર આર્સેનલ ફૂટબોલ ક્લબના સહયોગથી યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ધ આર.એચ.કાપડિયા સ્પોર્ટ્સ એકેડમી મમતપુરા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું જે દેશની પ્રથમ ઇન્ટરસ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ છે. આ સ્પર્ધા દ્વારા દેશભરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટા સ્તરે રમવાની તક પૂરી પાડવામાં આવી છે. જે અંડર-15 છોકરાઓ અને છોકરીઓની કેટેગરી માટે છે જેમાં 4 રોમાંચક તબક્કામાં 35 શહેરોમાં મેચો યોજાશે જેમાં ફાઇનલિસ્ટને લંડનના આઇકોનિક એમિરેટ્સ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમવાની અવિસ્મરણીય તક મળશે. એક્સ્ટ્રામાર્ક્સ એજ્યુકેશન વેસ્ટ ઈન્ડિયાના બિઝનેસ હેડ શૈશવ કાયસ્થએ જણાવ્યું હતું કે, “એક્સ્ટ્રામાર્ક્સ ભારતની શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ રમતગમતમાં પણ સમાન તકો આપવા માટે સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠ વિષય જરૂરી પ્રોવાઈડ કરે છે. એક્સ્ટ્રામાર્ક્સે સમગ્ર દેશના વિદ્યાર્થીઓને ફૂટબોલમાં ભાગ લેવાની અને એમિરેટ્સ સ્ટેડિયમ લંડન ખાતે ફાઇનલ રમવાની તક આપી છે. એક્સ્ટ્રામાર્ક્સનો અભ્યાસ ડિજિટલ માધ્યમથી કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.” યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ઉદ્દેશ્ય બાળકોના ઓલ રાઉન્ડ વિકાસમાં રમતગમતના મહત્વને પ્રોત્સાહન આપવાના એક્સ્ટ્રામાર્ક્સના મિશનને આગળ વધારવાનો છે. એક મનોરંજક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ હોવા ઉપરાંત યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં લર્નિંગ વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ શેસનનો પણ સમાવેશ થાય છે. એક્સ્ટ્રામાર્ક્સ અને આર્સેનલ ફૂટબોલ ક્લબ 2022એ સ્થાનિક વિકાસ કાર્યક્રમો, ફૂટબોલ વર્કશોપ, મીટ અને ગ્રીટ્સ અને અન્ય વિશિષ્ટ અનુભવો, સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓના યજમાન સાથે શરૂઆત કરી હતી. આ પાર્ટનરશીપ દ્વારા, એક્સ્ટ્રામાર્ક્સને તમામ લેવલે શીખવાની તકો પ્રદાન કરવા માટે સહયોગી અભિગમને આગળ વધારવા માટે આર્સેનલની છબી, ક્લબ-પ્રમાણિત કોચ અને તાલીમના મેદાન સહિત ડિજિટલ, સામાજિક અને લોજિસ્ટિકલ સંસાધનોની ઍક્સેસ છે.

Categories

Categories