નવી દિલ્હી : તબ્બુ અને સેફ અલી ખાનની જોડી ફરી એકવાર એક સાથે કામ કરવા જઇ રહી છે. લોકપ્રિય અભિનેત્રી તબ્બુ અને સેફ અલી ખાન હવે જવાની જાનેમન ફિલ્મમાં એક સાથે કામ કરનાર છે. નિતિન કક્કડની ફિલ્મમાં આ બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે. ફેમિલી કોમેડી ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મમાં તબ્બુની સાથે સેફ અલી ખાનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય કલાકારોની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી. આ બંને કલાકારો વર્ષ ૧૯૯૯માં આવેલી સુપરહિટ ફિલ્મ હમ સાથ સાથ હેમાં નજરે પડ્યા હતા. આ ઉપરાંત બંને બીબી નંબર વનમાં પણ એક સીનમાં સાથે નજરે પડ્યા હતા.
સામાન્ય રીતે તબ્બુ હાલમાં પોતાની એક કોમેડી ફિલ્મ દેદે પ્યાર દેમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન છે. તબ્બુની સાથે ફરી એકવાર ફિલ્મને લઇને ખુશી વ્યક્ત કરતા સેફે કહ્યુ છે કે તબ્બુ એક શાનદાર અભિનેત્રી છે. તેની ભૂમિકા ખુબ જ રોમાંચક છે. તેને ખુશી છે કે આ રોલ કરવા માટે તે તૈયાર થઇ ગઇ છે. તેઓએ ફિલ્મને લઇને આશાવાદી છે. જવાની જાનેમનથી પુજા બેદીની પુત્રી પણ બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મનુ શુટિંગ હવે આગામી મહિનાથી શરૂ કરવામાં આવનાર છે.
પ્રથમ શેડયુલ ૪૫ દિવસ સુધી લંડનમાં ચાલનાર છે. આ ફિલ્મમાં સેફ અને તબ્બુની લોકપ્રિય જાડીને લેવાનો નિર્ણય કર્યા બાદ ફિલ્મને લઇને રોમાંચકતા વધી ગઇ છે. તબ્બુ લોકપ્રિય સ્ટાર છે. તબ્બુએ પોતાની કેરિયરની શરૂઆત અજય દેવગની ફિલ્મ વિજયપથ મારફતે કરી હતી.સેફ અલી ખાન હાલના સમયમાં ખુબ ઓછી ફિલ્મ કરી રહ્યો છે. જો કે તે પણ એક લોકપ્રિય સ્ટાર તરીકે રહ્યો છે. વિતેલા વર્ષોમાં અનેક હિટ ફિલ્મ કરી ચુક્યો છે.