નવી દિલ્હી : ભારતીય સેનાના કાફલામાં ૪૬૪ વધારાના ટી-૯૦ ભીષ્મ ટેન્ક સામેલ કરવામાં આવશે. ભારત સરકારે રશિયાની સાથે ૧૩,૪૪૮ કરોડ રૂપિયાની મોટી સમજુતી કરી છે. જેના ભાગરૂપે ભારતને આ વધારાના અતિ આધુનિક ટેન્ક ઉપલબ્ધ થશે. આ તમામ ટેન્ક વર્ષ ૨૦૨૨-૨૦૨૬ સુધી ભારતને મળી જશે. ભારતીય સેના આ તમામ ટેન્કને પાકિસ્તાન સાથે જાડાયેલી સરહદ ઉપર તૈનાત કરશે. બીજી બાજુ પાકિસ્તાન પણ રશિયાની સાથે ૩૬૦ આવી ટેન્ક હાસલ કરવા માટે પ્રયાસમાં છે. પાકિસ્તાની પણ રશિયા સાથે વાતચીત ચાલી રહી છે. જાકે, રશિયાને પાકિસ્તાની શરત માન્ય રહે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
ભારત સરકાર સુરક્ષાના પાસા ઉપર ઝડપથી આગળ વધવા માટે તૈયાર છે. સેનાને મજબુત કરવા માટે મોદી સરકાર દ્વારા કેટલાક મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. નવા ટી-૯૦ ટેન્કને અપગ્રેડ પણ કરવામાં આવનાર છે. આ ટેન્કને ભારતમાં જ બનાવવામાં આવનાર છે.છેલ્લા કેટલાક સમયથી રશિયા સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી હતી. એક મહિના પહેલા જ રશિયાએ લાયન્સને મંજુરી આપી હતી. ટુંક સમયમાં જ ટેન્કને લઈને નવા નિયમોને અમલી કરવામાં આવશે. ભારતીય સેનાને અતિ આધુનિક અને શ†ો સાથે સજ્જ કરવાના પ્રયાસ ચાલુ રહ્યા છે. બીજુ બાજુ પાકિસ્તાન ચીનની સાથે મળીને ટી-૯૦ ટેન્ક બનાવવાની ઈચ્છા ધરાવે છે. ચીનની મદદ લઈને પાકિસ્તાન પોતાના દેશમાં પણ આ ટેન્ક બનાવવા માટે ઉચ્છુક છે.