સિન્થેટિક કોર્નિયા હવે ખુબ ઉપયોગી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

આર્ટિફિશિયલ કોર્નિયા અથવા તો કૃત્રિમ કોર્નિયાના કારણે હવે લોકોને આંખની રોશની મળવા લાગી ગઇ છે. એમ્સના તબીબો દ્વારા પ્રથમ વખત દેશમાં આર્ટિફિશિયલ કોર્નિયાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આર્ટિફિશિયલ એટલે કે સિન્થેટિક કોર્નિયાથી હજુ સુધી ૧૨ લોકોને રોશની આપી દેવામાં સફળતા મળી છે. મેડિકલી રીતે આ કોર્નિયાને બાયોએન્જિનિયરિંગ કોર્નિયા તરીકે કહેવામા ંઆવે છે. આઇ ડોનેશનની કમીને આર્ટિફિશિયલ કોર્નિયા દુર કરી શકે છે. માંગ અને સપ્લાય વચ્ચે રહેલા અંતરને પણ ઝડપથી દુર કરવામાં તે મદદરૂપ સાબિત થઇ શકે છે. એમ્સના આઇ સ્પેશિયાલિસ્ટ તબીબોનુ કહેવુ છે કે સૌથી સારી બાબત એ છે કે સિન્થેટિક કોર્નિયાના રિજેક્શનનો ખતરો બિલકુલ નથી. એટલે કે દર્દીઓ પર તેની કોઇ નકારાત્મક અસર થઇ રહી નથી. આ સંબંધમાં એમ્સના તબીબો કહે ચે કે આ સિન્થેટિક કોલેજનથી બને છે.

જેથી તેને સિન્થેટક કોર્નિયા તરીકે કહેવામાં આવે છે. હાલમાં તેનો ઉપયોગ માત્ર આંતરિક સ્થળ પર જ કરવામાં આવે છે. આનો ઉપયોગ માત્ર આંતરિક સ્તર ખરાબ થયા બાદ કરવામાં આવે છે. ૧૨ લોકોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ૧૨ લોકોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ આ દર્દી ૧૦૦ ટકા સ્વસ્થ છે. તેમને કોઇ આડ અસર પણ થઇ નથી. હાલમાં પરિણામ સારા મળી રહ્યા છે. તબીબો કહે છે કે અમે આના પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યા હતા ત્યારે હવે સફળતા મળી છે. હાલમાં પાછળના લેયરમાં તેને સફળતા મળી રહી નથી પરંતુ તેમાં પણ અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં આગળના લેયરમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તબીબોએ કહ્યુ છે કે સમગ્ર દુનિયામાં રિસર્ચની પ્રક્રિયા ચાલી રહી છે. એમ્સમાં પણ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમે આજે કહી શકીએ છીએ કે આર્ટિફિશિયલ કોર્નિયાનો ઉપયોગ કરવાના મામલે એમ્સે મોટી સફળતા હાંસલ કરી છે. તબીબો કહે છે કે ટ્રાન્સ પ્લાન્ટ બાદ દર્દીઓને આનો ફાયદો થઇ રહ્યો છે. વિજન પણ ક્લીયર છે.

તેમને જોવામાં પણ કોઇ સમસ્યા થઇ રહી નથી. તબીબો કહે છે કે સારા પરિણામ હવે દિન પ્રતિદિન મળતા રહેશે. દેશમાં આઇ ડોનેશનના મામલા અપેક્ષા કરતા ઓછા જોવા મળી રહ્યા છે ત્યારે આર્ટિફિશયલ કોર્નિયા આ સમસ્યાને દુર કરી શકે છે. સિન્થેટિક કોર્નિયા એક નવી આશા લઇને આવે છે. તબીબો કહે છે કે જ્યારે કોઇ મૃત વ્યક્તિના કોર્નિયા કોઇ અન્ય જીવિત વ્યક્તિમાં લગાવી દેવામાં આવે છે ત્યારે રિજેક્શનનો ખતરો રહે છે. આના માટે દર્દીને લાંબા સમય સુધી એન્ટી રિજેક્શન માટેની દવા લેવી પડે છે. પરંતુ આર્ટિફશિયલ કોર્નિયામાં રિજેક્શનની તકો નહીવત સમાન છે. જેથી તેના પરિણામ પણ સારા મળી રહ્યા છે. આ સંબંધમાં એમ્સના કોર્નિયા સ્પેશિયાલિસ્ટ તબીબ કહે છે કે શરૂઆતી પરિણામ સારા મળી રહ્યા છે.

જા કે હાલમાં આ પ્રકારની સારવાર ખુબ ખર્ચાળ તરીકે છે. તેના પર વધારે કામ કરવાની જરૂર છે.  હાલમાં માત્ર એમ્સમાં આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ ધીમે ધીમે તેનો ઉપયોગ દેશની તમામ મોટી આંખની હોÂસ્પટલમાં કરવામાં આવનાર છે. સામાન્ય દર્દીને થોડાક વધારે પૈસા ચુકવીને રાહત થઇ શકશે. આ દિશામાં નિષ્ણાંત તબીબો વધુ સારા પરિણામ હાંસલ કરવા માટે લાગેલા છે. કોર્નિયાની તકલીફ ધરાવતા લોકોને મોટી રાહત થશે. દિન પ્રતિદિન વધુને વધુ સિન્થેટિક કોર્નિયા અંગેની વિગત હવે બહાર આવી રહી છે. કેટલીક નબળાઇને દુર કરવાના પ્રયાસ પણ હાલમાં કરવામાં આવી રહ્યા છે. આંખના નિષ્ણાંત તબીબો અને વૈજ્ઞાનિકો નવી નવી શોધમાં લાગેલા છે. માત્ર ભારતમાં જ નહી બલ્કે વિશ્વમાં પણ આની પહેલ થઇ છે.

Share This Article