પાકિસ્તાન પ્રત્યે ભાવુકતા યોગ્ય નથી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ આ હુમલાના ઘા હજુ ભરાયા નથી. હજુ તો શહીદોના ઘરમાં માતાઓ. પુત્રીઓ અને પુત્રોના આંસુ પણ બંધ થયા નથી. હજુ તો પુત્રો અને પિતાને વિશ્વાસ પણ થઇ રહ્યો નથી કે તેમના ઘરમાં ઉજાશ રાખનાર વ્યÂક્ત હવે હમેંશા માટે જતા રહ્યા છે. આવુ એટલા માટે છે કે જે શહીદ થયા છે તે તેમના પોતાના હતા. પરંતુ એ ૫૦ જવાનો જે તેમના ન હતા તેઓ તેમના મૃત્યુ બાદ પોત પોતાની રીતે પોતાની રાજનીતિમાં લાગી ગયા છે.

પાર્ટીઓ કઇ રીતે એકબીજા પર આક્ષેપબાજી કરી રહી છે તે દુખદ છે. રાજનેતાઓને સાંભળીને અને જાઇને દુખ થાય છે કે રાજનીતિ આટલી હદ સુધી નીચે જઇ શકે છે. જનતાની નારાજગીનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે તેમને સાચી અને ખોટી બાબત પણ સમજાઇ રહી નથી. કેટલાક લોકોએ તો દેશના જુદા જુદા ભાગોમાં રહેતા કાશ્મીરી યુવાનો પર હુમલા કરી દીધા છે. સોશિયલ મિડિયા પર જેર ફેલાવવામાં આવી રહ્યુ છે. સ્ટેડિયમ અને ક્લબોમાં પાકિસ્તાની ખેલાડીઓના ફોટાઓ દુર કરી દેવામાં આવ્યા છે. બોલિવુડે પાકિસ્તાની કલાકારો અને ગાયકો પર પ્રતિબંધ મુકી દીધા છે. પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેરવર્ડ નેશનનો દરજ્જા પરત લઇ લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે વેપારને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ પાકિસ્તાન તરફ જતી ત્રણ નદીઓના પાણીને રોકવા માટેની પણ જાહેરાત કરી દીધી છે. આ બાબતને લઇને પણ જારદાર ચર્ચા છે કે પાકિસ્તાન સામે આગામી દિવસોમાં કોઇ મેચ રમવી જાઇએ નહીં. હવે પ્રશ્ન એ થાય છે કે શુ અમારી આ તમામ પ્રતિક્રિયા વાજબી છે. આમાં કોઇ બે મત નથી કે ત્રાસવાદી હુમલાના કારણે અમે હચમચી ઉઠ્‌યા છીએ.

અમે અમારા એક પણ જવાન શહીદ થાય તે ચલાવી લેવાની સ્થિતીમાં નથી. પુલવામા ખાતે તો ૫૦ જવાન શહીદ થયા છે. સામાન્ય રીતે કેટલીક બાબત પર હવે ધ્યાન આપવાની જરૂર છે. વર્ષ ૨૦૧૩ બાદ સૌથી મોટી સ્થિતી એ ઉભી થઇ છે કે કેન્દ્રમાં સત્તા બદલાઇ ગઇ છે. સત્તા બદલાતાની સાથે જ જમ્મુ કાશ્મીરને લઇને સરકારના વર્તનમાં ફેરફાર જાવા મળે છે. આ ફેરફારને સ્પષ્ટ રીતે બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. પહેલી સ્થિતી એ છે કે વર્ષ ૨૦૧૩ સુધી ત્રાસવાદી ઘટના ઓછી થતી હતી. ઓછા નાગરિકોના મોત થઇ રહ્યા હતા. સેનિકો પણ ઓછા શહીદ થઇ રહ્યા હતા. ત્રાસવાદી પણ ઓછા મરી રહ્યા હતા.વર્તમાન સ્થિતીમાં દરેક આંકડા પહેલા કરતા બે ગણા છે. ભારત એક શાંતિપૂર્ણ દેશ છે. ભારતે હમેંશા તેની તાકાત પ્રગતિ માટે લગાવી છે. જેની અસર જાઇ શકાય છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં વિકાસના મામે ડંકો ધરાવે છે. ઉર્જા પ્રગતિમાં લગાવી દીધી બાદ તેની સ્થિતી જાઇ શકાય છે. આજે વિકાસના મામલે વિશ્વમાં સૌથી ઝડપથી ભારત કુચ કરે છે. બીજી બાજુ પાકિસ્તાન આજે આર્થિક રીતે ખુબ ખરાબ હાલતમાં છે. જેથી જ્યાં સુધી ભારતને જ્યાં સુધી યુદ્ધ અને ઉગ્રતાની ફરજ ન પડે ત્યાં સુધી ધૈર્ય રાખવાની જરૂર છે.  કારગીલની લડાઇમાં સરકારી આંકડા મુજબ અમારા ૫૦૦થી વધારે જવાનો શહીદ થયા હતા. મુંબઇમાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ૧૮૦ લોકોના મોત થયા હતા. અમે પાકિસ્તાનને આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને પરત ખેંચી ચુક્યા છીએ. શુ પુલવામા હુમલો કારગીલ અને મુંબઇ હુમલા કરતા મોટો હુમલો છે. થોડાક રોકાઇને વિચારવાની જરૂર છે. વિચારવાની જરૂર એ પણ છે કે પાકિસ્તાનમાં એÂક્ટવલ ત્રાસવાદી સંગઠનો પર પોતાની સુવિધા મુજબ જ કેમ વાત કરવામાં આવે છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર હાલમાં ચાલી રહી છે. તેના વિજનથી સરકાર ચાલી રહી છે. વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન પ્રત્યે ભારતનુ વલણ અલગ હતુ. મોદી વડાપ્રધાન બન્યા બાદ અલગ વર્તન છે. વર્ષ ૨૦૧૪માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ભારત બોલાવીને અને આગામી વર્ષે ૨૦૧૫માં કાર્યક્રમ વગર પાકિસ્તાન પહોંચી જઇને નવાઝ શરીફને મળ્યા હતા. મિત્રતા પણ દર્શાવી હતી. એ વખતે પણ જેશનો લીડર મસુદ અઝહર તો પાકિસ્તાનમાં જ હતો. આ તમામ બાબતો કેટલીક અસ્પષ્ટ નીતિ તરફ ઇશારો કરે છે.

તમામ નિષ્ણાંત લોકો માને છે કે પાકિસ્તાન પ્રત્યે ભારતનુ વલણ , ત્રાસવાદી સામે લડવાને લઇને અમારી કટિબદ્ધતા અને ત્રાસવાદી હુમલા પર અમારી પ્રતિક્રિયા સમજીને નક્કી કરવામાં આવેલી રણનિતી મુજબ હોય તે જરૂરી છે. પાકિસ્તાન પ્રત્યે ભારતનુ વર્તન કોઇ પ્રકારની ભાવુકતા પર આધારિત રહેવુ જાઇએ નહીં. સાથે સાથે કોઇ ઘટનાની પ્રતિક્રિયા પર આધારિત પણ રહેવુ જોઇએ નહીં.

Share This Article