અમદાવાદ : અમદાવાદ, ગુજરાત સહિત દેશની કો-ઓપરેટીવ બેંકો સહિતની બેંકો અને નાણાંકીય સંસ્થાઓમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર હુમલાનું જોખમ ચિંતાજનક હદે વધ્યું છે. દિનપ્રતિદિન બેંકો અને નાણાંકીય સંસ્થાનોમાં સાયબર એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે.માત્ર કો-ઓપરેટીવ બેંકના સાયબર એટેકની વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં દેશમાં કો-ઓપરેટીવ બેંકોમાં ૫૪ થી પપ જેટલા સાયબરએટેકના કેસો સામે આવ્યા છે.
બિનસત્તાવાર રીતે આ આંક ઘણો મોટો હોઇ શકે. પરંતુ બેંકોઅને નાણાંકીય સંસ્થાઓમાં આજે સાયબર એટેક, હેકીંગ સહિતનાજાખમી પરિબળો ચિંતાજનક બન્યા છે ત્યારે હવે કો-ઓપરેટીવ બેંકો સહિતની વિવિધ બેંકોઅને નાણાંકીય સંસ્થાનોને આઇટી, ફુલપ્રુફ સીકયોરિટી સીસ્ટમથી સુસજ્જ કરવીપડશે, અન્યથા તેના માઠા પરિણામ ભોગવવા પડી શકે છે એ મતલબનો સૂર આજે અમદાવાદમાં કો.ઓ.બેંકોમાં સાયબર સિકયોરિટી મામલે યોજાયેલા મહત્વના સેમીનારમાં નિષ્ણાત તજજ્ઞોએ વ્યકત કર્યો હતો. બેંકો માટે ખૂબ જ મહત્વના આસેમીનારમાં ૧૦૦થી વધુ બેંકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિષય નિષ્ણાત વી સિકયોરબેન્કસના પાર્ટનર સ્મિત શાહ અને સનીવાઘેલા તેમ જ એક્યુટ ઇન્ફર્મેિટક્સ પ્રા.લિના ચિરાગભાઇ પટેલે જણાવ્યું હતું કે, કો.ઓ.બેંકો સહિતની સંબંધિત બેંકોમાં તા.૧૯મી જાન્યુઆરી સુધીમાં સાયબરસિકયોરિટી માળખુ લાગુ કરવા આરબીઆઇએ તાકીદ કરી છે ત્યારે હવે બેંકોએ પણ કોઇપણ પ્રકારની ઉદાસીનતા કે નિષ્કાળજી દાખવવી જાઇએનહી અને આ મામલાને ગંભીરતાથી લઇ તેની અમલવારી કરવી જાઇએ.
કોઈપણ સંસ્થા ખાસ કરીને બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની આઈટી કામગીરીમાં સાઈબર હુમલા મોટું જોખમ બની રહ્યા છે. ખાસ કરીને અર્બન કો-ઓપરેટીવ બેન્કો પર સાયબર હુમલાનું જોખમ વધ્યું છે. સાયબર હુમલાનું એક કારણ એ પણ છે કે આસેક્ટરમાં બેન્કોમાં ટેક્નોલોજી અપનાવવાનું સ્તર અલગ અલગ છે. મોટી બેન્કો તેનાગ્રાહકોને અત્યાધુનિક કોર બેન્કિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ), આરટીજીએસ/એનઈએફટી, મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગનોસમાવેશ થાય છે. અર્બન કો-ઓપ. બેન્કો (યુસીબી)એ તેમની ગો-ટુ-માર્કેટ વ્યૂહરચનાનાભાગરૂપે સ્પર્ધાત્મક બનવા માટે ટેક્નોલોજી અપનાવવી પડી રહી છે, પરીણામે તેઓ સાયબર જોખમો/હુમલા માટે વધુ જોખમી બને છે. આરબીઆઈ મુજબયુસીબીએ સાતત્યપૂર્ણ ધોરણે તેમની અસ્કયામતોની સલામતીની પર્યાપ્ત ખાતરી માટે મજબૂતસાયબર સિક્યોરિટી/સ્થિતિસ્થાપક માળખું બનાવવું જરૂરી છે. તેથી સાયબર જોખમોનેધ્યાનમાં રાખતાં વર્તમાન સંરક્ષણમાં સુધારા દ્વારા સાયબર હુમલાઓથી યુસીબીની સલામતી વધારવી આવશ્યક બની ગઈ છે.
આ પ્રસંગે વિષય નિષ્ણાત વી સિકયોરબેન્કસના પાર્ટનર સ્મિત શાહ અને સનીવાઘેલા તેમ જ એક્યુટ ઇન્ફર્મેિટક્સ પ્રા.લિના ચિરાગભાઇ પટેલે જણાવ્યું હતું કે, કો.ઓ.બેંકો સહિતની સંબંધિત બેંકોમાં તા.૧૯મી જાન્યુઆરી સુધીમાં સાયબરસિકયોરિટી માળખુ લાગુ કરવા આરબીઆઇએ તાકીદ કરી છે ત્યારે હવે બેંકોએ પણ કોઇપણ પ્રકારની ઉદાસીનતા કે નિષ્કાળજી દાખવવી જાઇએ નહી અને આ મામલાને ગંભીરતાથી લઇ તેની અમલવારી કરવી જાઇએ. કોઈપણ સંસ્થા ખાસ કરીનેબેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની આઈટી કામગીરીમાં સાઈબર હુમલા મોટું જોખમ બની રહ્યાછે. ખાસ કરીને અર્બન કો-ઓપરેટીવ બેન્કો પર સાયબર હુમલાનું જોખમ વધ્યું છે. સાયબર હુમલાનું એક કારણ એ પણ છે કે આસેક્ટરમાં બેન્કોમાં ટેક્નોલોજી અપનાવવાનું સ્તર અલગ અલગ છે. મોટી બેન્કો તેનાગ્રાહકોને અત્યાધુનિક કોર બેન્કિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ), આરટીજીએસ/એનઈએફટી, મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગનોસમાવેશ થાય છે.
અર્બન કો-ઓપ. બેન્કો (યુસીબી)એ તેમની ગો-ટુ-માર્કેટ વ્યૂહરચનાનાભાગરૂપે સ્પર્ધાત્મક બનવા માટે ટેક્નોલોજી અપનાવવી પડી રહી છે, પરીણામે તેઓ સાયબર જોખમો/હુમલા માટે વધુ જોખમી બને છે. આરબીઆઈ મુજબયુસીબીએ સાતત્યપૂર્ણ ધોરણે તેમની અસ્કયામતોની સલામતીની પર્યાપ્ત ખાતરી માટે મજબૂતસાયબર સિક્યોરિટી/સ્થિતિસ્થાપક માળખું બનાવવું જરૂરી છે. તેથી સાયબર જોખમોને ધ્યાનમાં રાખતાં વર્તમાન સંરક્ષણમાં સુધારા દ્વારા સાયબર હુમલાઓથી યુસીબીની સલામતી વધારવી આવશ્યક બની ગઈ છે.
વી સિકયોર બેન્કસના પાર્ટનર સ્મિત શાહ અને સની વાઘેલા તેમ જ એક્યુટ ઇન્ફર્મેિટક્સ પ્રા.લિના ચિરાગભાઇ પટેલે વધુમાં ઉમેર્યું કે,આરબીઆઈના નિર્દેશો મુજબ બધી જ યુસીબીએ તાકિદેતેમના બોર્ડ/વહીવટદારો દ્વારા સ્વીકૃત સાયબર સિક્યોરિટી નીતિ અપનાવવી જોઈએ અનેકારોબારની જટીલતા અને જોખમોના સ્વીકૃત સ્તરોના આધારે સાયબર હુમલાઓ ટાળવા યોગ્યઅભિગમ અપનાવવો જોઈએ. ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ,મોબાઈલ વોલેટ, આરટીજીએસ/ એનઈએફટી/ આઈએમપીએસ, સ્વિફ્ટ, ડેબીટ કાડ્ર્સ જેવી કોર બેન્કિંગસોલ્યુશન્સ જેવી સેવાઓ ઓફર કરતી યુસીબી માટે ડિનાયલ ઓફ સર્વિસ (ડીઓએસ), રેન્સમવેર/ક્રીપ્ટો વેર, વિનાશક માલવેર,સ્પામ, ઈમેલ ફિશિંગ,સ્પીઅર ફિશિંગ, વેલિંગ, વિશિંગ છેતરપિંડી સહિત બિઝનેસ ઈમેલ છેતરપિંડી, ડ્રાઈવ-બાય ડાઉનલોડ્સ, બ્રાઉઝર ગેટવે છેતરપિંડી, ઘોસ્ટએડમિનિસ્ટ્રેટીવ એક્સપ્લોઈટ્સ, ઓળખની છેતરપિંડી, મેમરી અપડેટની છેતરપિંડી, પાસવર્ડ સંબંધિત છેતરપિંડી જેવા વિવિધ પ્રકારના સાયબર જોખમોનો સામનો કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા જરૂરી છે. આજના સેમીનારમાં નિષ્ણાતોએ આરબીઆઈની સાયબર સિક્યોરિટી માર્ગદર્શિકાઓના અમલ માટે પગલાં લેવા, સાયબરસિક્યોરિટીના મહત્વ, એથિકલ હેકિંગ, ફિશિંગ ડેમોસ્ટ્રેશન, વેબ એપ્લિકેશન હેકિંગ, હેકર્સની મોડસ ઓપરેન્ડી, મોબાઈલ હેકિંગ,સાયબર રિસ્ક ઈન્સ્યોરન્સ જેવા વિવિધ મુદ્દાઓ પરખૂબ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા.