અમદાવાદ : ભારતમાં જુદા જુદા દેશોમાંથી લાખો સાયબર એટેક થઇ ચુક્યા છે. રશિયા અને અમેરિકા સહિતના સાયબર ગુનેગારો દ્વારા વધારે હુમલા કરવામાં આવ્યા છે. સાયબર સિક્યુરિટી કંપની એફ સિક્યોર્ડના અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. ૨૦૧૮ના પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન જ અમેરિકા, રશિયા, ચીન અને નેધરલેન્ડમાંથી વધુ સાયબર હુમલાઓ થયા છે.
પાંચ દેશોમાંથી ૬૨ ટકાથી વધુ સાયબર હુમલા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સાયબર હુમલાને લઇને ભારતમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. ભારતને ટાર્ગેટ બનાવનાર ટોપ પાંચ દેશોમાં રશિયા, અમેરિકા, ચીન, નેધરલેન્ડ અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતીય સર્વર પર સૌથી વધુ સાઇબર હુમલા રશિયા (૨,૫૫,૫૮૯) તરફથી થયા. ત્યારબાદ અમેરિકા (૧,૦૩,૪૫૮), ચીન (૪૨,૫૪૪), નેધરલેન્ડ્સ (૧૯,૧૬૯) અને જર્મની (૧૫,૫૩૦) ટોપ-૫માં રહ્યા. એકલા આ પાંચ દેશો તરફથી જ ભારત પર ૪.૩૬ લાખ સાઇબર હુમલા થયા છે. ૨૦૧૮ની પ્રથમ છ માસિક (જાન્યુઆરી-જૂન)માં ભારત પર કુલ સાઇબર હુમલાની સંખ્યા ૬ લાખ ૯૫ હજાર રહી. સાઇબર હુમલા સહન કરનાર દેશોની યાદીમાં ભારત વિશ્વમાં ૨૧માં નંબરે રહ્યું.
બીજી તરફ, ભારતમાં બેઠેલા હેકર્સે સૌથી વધુ ૧૨,૫૪૦ સાઇબર હુમલા ઓસ્ટ્રિયા સંસ્થાઓ પર કર્યા. ત્યારબાદ નેધરલેન્ડ્સ પર ૯,૨૬૭, યુકે પર ૬,૩૪૭, જાપાન પર ૪૭૦૧ અને યુક્રેન પર ૩૭૦૮ સાઇબર હુમલા થયા. જે હિસાબે સાઇબર હુમલાની શરૂઆત કરનારા દેશમાં ભારતનું ૧૩મું સ્થાન રહ્યું. એફ-સિક્યોરના વાઇસ પ્રેસિડન્ટ લેસજેક તસિમ્સકીએ જણાવ્યું કે, ભારત ઝડપથી ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિકરીતે બ્રિટનમાં સૌથી વધારે હુમલા થઇ ચુક્યા છે. અમેરિકામાં પણ સાયબર હુમલાઓ કરવામાં આવ્યા છે. જા કે, હેકર્સ દ્વારા જે દેશોમાં હુમલા કરવામાં આવ્યા છે.