સ્વાઈન ફ્લુનો આંતક હજુ જારી : ઘણા સારવાર હેઠળ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: સ્વાઈન ફ્લુના કારણે નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આજે વધુ ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જા કે, આને લઇને વધુ માહિતી મળી શકી નથી. રાજ્યમાં ૩૬૬થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે અને અનેક નવા કેસો પણ નોંધાયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોÂસ્પટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે. આ કેસોની સંખ્યા પહેલી સપ્ટેમ્બરથી લઇને હજુ સુધી ૪૧૩થી પણ ઉપર પહોંચી ચુકી છે. જ્યારે ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૦ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૪૧ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે.

પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૦૨૬થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. વડોદરા, સુરતની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો નોંધાઈ ચુક્યા છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે સ્વાઇન ફ્લુનો આતંક જારદાર રીતે જારી રહ્યો છે.

એકલા સપ્ટેમ્બરમાં સૌથી વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા હતા. સ્વાઇન ફ્લુના કારણે જે મોત થયા હતા તે પૈકી બે તૃતિયાશ મોત આ સપ્ટેમ્બર મહિનામાં થયા હતા. જ્યારે જે કેસો નોંધાયા છે તે પૈકી ૮૪ ટકા કેસો પણ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હતા. સેંકડોની સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લઇને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૪૧ મોત થયા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પણ સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લુની સારવા માટે ખાસ વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોÂસ્પટલમાં કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ગુજરાતમાં જુદી જુદી સરકારી હોÂસ્પટલમાં સાવચેતીના તમામ પગલા લેવામા આવી રહ્યા છે.

Share This Article