અમદાવાદ : સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આજે વધુ બે લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવ્યા હતા. વડોદરામાં બે લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૯૦ ઉપર પહોંચી ગયો હતો. બીજી બાજુ એકલા વડોદરામાં છ કેસ સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા ૨૩ દિવસના ગાળામાં જ સ્વાઈન ફ્લુના કારણે ૧૭ લોકોના મોત થઇ ચુક્યા છે. એકલા અમદાવાદમાં કેસોની સંખ્યા ૬૧૨ ઉપર પહોંચી ગઈ છે. સ્વાઇન ફ્લુને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોÂસ્પટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે.
ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કેસોની સંખ્યા ૬૧૨ સુધી પહોંચી છે જ્યારે ૨૩ દિવસના ગાળામાં ૧૭ લોકોના મોત થયા છે. છેલ્લા ૪૮ કલાકમાં ત્રણ લોકોના મોત અમદાવાદમાં થયા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર યથાવતરીતે જારી રહ્યો છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્ર ચિંતાતુર બનેલું છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. રાજ્યમાં દરરોજ સેંકડો નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે.
તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા સાવચેતીના તમામ પગલાં બિનઅસરકારક દેખાઈ રહ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુ ગ્રસ્ત કેસોની સંખ્યા ૨૬૦૦થી વધુના આંકડાને પણ પાર કરી ગઈ છે. મોતનો આંકડો પણ રોકેટગતિએ વધીને ૯૦ ઉપર પહોંચી ગયો છે. બિનસત્તાવાર રીતે કેસોની સંખ્યા ૨૬૫૦ની આસપાસ પહોંચી છે. આની સાથે જ પહેલી જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લુના કુલ દર્દીઓની સંખ્યા ૨૬૦૦થી વધુ પહોંચી છે. મોતનો આંકડો રેકોર્ડ ગતિએ વધી રહ્યો છે. અમદાવાદ મનપા ક્ષેત્રમાં સ્વાઈન ફ્લુના દર્દી સૌથી વધુ નોંધાયા છે. એકલા અમદાવાદમાં મોતનો આંકડો ૧૯ ઉપર પહોંચી ગયો છે. અમદાવાદમાં છેલ્લા ૨૩ દિવસમાં ૧૭ના મોત થયા છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં ૧૬૦૦થી વધુ દર્દીઓ સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે. હજુ ૭૪૦થી વધુ લોકો જુદી જુદી હોÂસ્પટલમાં સારવાર લઈ રહ્યા છે.