અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. રાજ્યમાં દરરોજ સેંકડો નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા સાવચેતીના તમામ પગલાં બિનઅસરકારક દેખાઈ રહ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુ ગ્રસ્ત કેસોની સંખ્યા ૨૪૯૧ના આંકડાને પણ પાર કરી ગઈ છે. મોતનો આંકડો પણ રોકેટગતિએ વધીને ૮૫ ઉપર પહોંચી ગયો છે. સ્વાઈન ફ્લુને રોકવા પગલાં અને નાગરિકોને શું કરવું જાઈએ તે નીચે મુજબ છે.
કોર્પોરેશન દ્વારા લેવાયેલા પગલા
- વીએસ, એલજી, શારદાબેન, એસવીપી, સિવિલ સહિતની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ
- વીએસ અને સિવિલ અને સોલામાં સ્વાઈન ફ્લુની તપાસ વ્યવસ્થા
- અર્બન હેલ્થ સેન્ટર તથા અન્ય યુનિટ ખાતે પુરતો દવાનો સ્ટોક
- પ્રાઈવેટ હોસ્પિટલ, ટ્યુશન ક્લાસિસ, ધાર્મિક સ્થળ, સ્કુલોમાં જાગૃતિના કાર્યક્રમ
- મ્યુનિ સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફને ટ્રેનિંગ
- શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧૨૫ જગ્યાઓએ હો‹ડગ્સ
- પાંચ લાખ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું
નાગરિકો કઈ રીતે મદદરૂપ બની શકે
- ઉધરસ કે છીત વેળા મોઢા અને નાંકને ઢાંકો
- વપરાયેલા રૂમાલને ગરમ પાણીમાં બોળને દરરોજ ધુવો
- સાબુ અને પાણીથી વારંવાર હાથ ધુવો
- હસ્તધૂનનના બદલે નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો
- ખૂબ પાણી પીવો અને પોષ્ટીક આહાર લો
- બીમારી હોય તો સારવાર લો
- ભીડ હોય ત્યાં જવાનું ટાળો