અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. આજે સ્વાઈનફ્લુના કુલ ૨૩ નવા કેસો નોંધાતા કેસોની સંખ્યા વધીને ઝડપથી ૧૬૯૯ ઉપર પહોંચી ગઈ હતી. વડોદરા કોર્પોરેશનમાં એકનું મોત થયું હતું. આજે એકના મોત સાથે રાજ્યમાં મોતનો આંકડો વધીને સત્તાવાર રીતે ૫૪ ઉપર પહોંચ્યો હતો જ્યારે બિનસત્તાવારરીતે ૫૮ ઉપર પહોંચ્યો હતો. મોતના આંકડાને લઇને ભારે વિરોધાભાષની સ્થિતિ છે. હજુ પણ ૧૭૨ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે વડોદરા કોર્પોરેશનમાં સાત, સુરત કોર્પોરેશનમાં સાત, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ કેસ નોંધાયા હતા. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના વધુ ૩ કેસ નોંધાઈ ચુક્યા છે. જા કે, આંકડાઓને લઇને વિરોધાભાષની સ્થિતિ છે.
સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના ૨૩ નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૫૪ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૯૯ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૭૨થી વધુ છે. આવી સ્થિતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. સ્વાઈન ફ્લુનો આતંક દર વર્ષે જાવા મળે છે.
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૭૦ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૨૦ના મોત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ આ ગાળા દરમિયાન ૪૪૪ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. મોતનો આંકડો પણ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વધી ગયા છે. સ્વાઈન ફ્લુના લીધે લોકો ચિંતાતુર બનેલા છે.