સ્વાઈન ફ્લુ બેકાબૂ : વધુ બેના મોત, ૧૯ નવા કેસો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. આજે અમદાવાદમાં છ નવા કેસ સહિત રાજ્યભરમાં ૧૯ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે અમદાવાદમાં વધુ બેના મોત થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસ અને મોતનો આંકડો નોંધાયેલો છે. રાજ્યમાં આ આંકડો સૌથી વધુ છે. અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ સ્વાઈન ફ્લુના વધુ છ કેસો આજે નોંધાયા હતા. ૧૯ નવા કેસની સાથે જ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૭૬ ઉપર પહોંચી ગઇ છે.  ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના વધુ છ કેસ નોંધાઈ ચુક્યા છે. જો કે, આંકડાઓને લઇને વિરોધાભાષની સ્થિતિ છે.

સ્વાઈન ફ્લૂને રોકવા માટે અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના ૧૯ નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૫૭ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૭૬ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૮૭થી વધુ છે. આવી Âસ્થતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. સ્વાઈન ફ્લુનો આતંક દર વર્ષે જોવા મળે છે.

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૬૭ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૨૦ના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બેના મોત થતાં મોતનો આંકડો વધીને આજે ૫૭ ઉપર પહોંચી ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ આ ગાળા દરમિયાન ૪૪૧ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. મોતનો આંકડો પણ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વધી ગયા છે.

Share This Article