આજરોજ કોબા ગામ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર માનનીય કલેકટર સાહેબ શ્રી કુલદીપ આર્ય સાહેબ,બીપી તથા ડીડીઓ રાવલ સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબ તથા મામલતદાર સાહેબ તથા કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ તથા આસપાસની સંસ્થા જેવી કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ના કૈલાસ દીદી તથા રંજન દીદી તથા શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મીક સાધના કેન્દ્રના ડો. શર્મિષ્ઠાબેન સોનેજી તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના શાંતા કુમાર, અધિકારીગણ તેમજ પુરી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી મિસ્ટર રાવ સર તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા શ્રમદાનની સુંદર કામગીરી કરવામાં આવી હતી. જે માન્ય રાજ્યપાલ સાહેબ દ્વારા કોબા ગામે રાજ ભવન થી પ્રથમ નરેન્દ્ર મોદી સાહેબનું સ્વચ્છતા ત્યાં પ્રભુતા તેમજ સ્વચ્છ તેમજ સુંદર ગામ બનાવવા માટે શપથ લેવડાવ્યા હતા. સાથે સાથે સામાજિક બેટી બચાવો બેટી પઢાવો જેવા સ્લોગન કે જે દેશમાં નારીનું પૂજન થાય તે દેશમાં ઉન્નતિ થાય અને રાષ્ટ્રનિર્માણ માટે દેશ પ્રેમ માટે સ્વચ્છતાના શ્રમદાન થી સ્વચ્છતા હી સેવા છે. તેવા મહાત્મા ગાંધીજીના આદર્શો કે જે મનુષ્યને સેવા કરવી હોય, તેમણે ગામડામાં જઈને ગરીબ માણસોની સ્વચ્છતા આઝાદી કરતાં પણ વધારે મહત્વ છે. એવું સુંદર કાર્ય માનનીય રાજ્યપાલ સાહેબ દ્વારા ગ્રામજનોને અપીલ કરી સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા, અને નરેન્દ્ર મોદી સાહેબ નું સ્વપ્ન પૂરા ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએથી સ્વચ્છતાનુ શ્રમદાન કાર્યક્રમ કરવામાં આવશે એવું જણાવ્યું હતું,અને આજે પ્રથમ ગાંધીનગર જિલ્લાના કોબા ગામે શ્રમદાન સ્વચ્છતાની સુંદર કામગીરી કરીને લોકોને પ્રેરણાદાયક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
આ પ્રોગ્રામને સફળ બનાવવા ગુજરાતના ખ્યાતનામ આર.જે મેઘા વિશેષ ઉપસ્થિત રહીને બાળકોને વિવિધ રમતો રમાડી અને સાથેસાથે ઇનામો જીતાડી અને આજનાં આ વિશેષ પ્રોગ્રામને યાદગાર બનાવ્યો હતો.અને ગુજરાતનાં ખ્યાતનામ આર.જે.મેઘા ઉપસ્થિત હોવાથી તેમનાં ચાહકોએ મેઘા સાથે ફોટો પડાવવાની તક ઝડપી લીધી હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more