કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ઉજ્જૈન પહોંચ્યા હતા. જ્યાં પર અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ આ યાત્રામાં સામેલ થઈ હતી. બંને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો સામે આવી જેમાં સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીની સાથે યાત્રામાં સામેલ થતી જોવા મળી રહી છે. તસવીરોમાં સ્વરા સાદા લુકમાં જોવા મળી હતી. તેણે લૂજ ઓફ વ્હાઇટ કલરનો કુર્તો પહેર્યો હતો અને તેની સાથે પ્રિન્ટેસ શોલ કેરી કરી હતી. સ્વરા ભાસ્કર સ્માઇલ કરતા રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપ્યુ હતું. આ યાત્રામાં ભાગ લીધા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની યાત્રાની ખુબ પ્રશંસા કરી છે.
ભર ઉનાળે વરસાદ કાળ બન્યો, બિહારમાં વીજળી પડવાની ઘટનાઓમાં 25 લોકોના મોત
પટણા : બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ છે. નાલંદામાં ૧૮, સિવાનમાં ૨, કટિહાર, દરભંગા,...
Read more