સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંતની ૩૧મી ઓક્ટોબરના રોજ ઓનલાઇન કાર્યકારિણીની બેઠક ગુજરાત રાજ્યના પ્રદેશ સંગઠક મનોહરલાલજીની અધ્યક્ષતામાં મળી હતી. સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આર્થિક સંગઠન છે જે સ્વદેશી ઉદ્યોગો અને સંસ્કૃતિના વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવે છે. વર્તમાન સમયમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર યુવાનોની માનસિકતા બદલવા અને તેમને રોજગાર આપનાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાવલંબી ભારત અભિયાન સમગ્ર ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે.
સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંતની કારોબારીમાં ગાંધીનગરના ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુરભાઈ જોષીની નિમણૂંક ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ તરીકે કરી છે .સાથોસાથ ઇડીઆઈના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અમિત જી દ્વિવેદીની આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ સેલના વડા, સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રોફેસર ડૉ. સત્યજીત જી દેશપાંડે પ્રાંત વિચાર વિભાગ પ્રમુખ, ગુજરાત પ્રાંત અને શ્રીમતી નયના બેન ભટ્ટ,ગાંધીનગર વિભાગ, પશ્ચિમ અને પૂર્વ કર્ણાવતી વિભાગ, મહિલા બાબતોના વડા અને પ્રાંતીય કાર્યકારી સભ્ય, ગુજરાત.ની નિમણૂંક થઇ છે.
સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગર વિભાગમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરમાં સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ જયભાઈ ઓઝા, વિભાગ સંયોજક, ગાંધીનગર વિભાગ, પ્રહરભાઈ અંજારિયા, સંપર્ક પ્રમુખ, ગાંધીનગર વિભાગ, કૌશિક ભાઈ પટેલ, જિલ્લા સંયોજક, ગાંધીનગર, ભરતભાઈ દેસાઈ, જિલ્લા પ્રચાર પ્રમુખ, ગાંધીનગર તરીકે નિમણુંક કરવામાં આવી છે.