રાષ્ટ્રઋષિ દત્તોપંત ઠંગડીના જન્મદિવસ નિમિત્તે સ્વદેશી સ્વાવલંબન દિવસનો કાર્યક્રમ યોજાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

RSS. ના પ્રચારક અને સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, અને ભારતીય મજદૂર સંઘના સ્થાપક રાષ્ટ્રઋષિ દત્તોપંત ઠેંગડીની સ્મૃતિમાં સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય કિસાન સંઘના સંયુક્ત ઉપક્રમે ૧૦ મી નવેમ્બર ૨૦૨૪ ના  બલરામ ભવન, ગાંધીનગર ખાતે સ્વદેશી – સ્વાવલંબન દિવસ આયોજિત કરવામાં આવ્યો. શ્રદ્ધેય શ્રી દત્તોપંતજીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. આ અવસરે, આજના સંદર્ભમાં સ્થાનિક સશક્તિકરણ અને સાતત્યપૂર્ણ  વિકાસના મહત્વ પર ભાર મૂકતા, ચળવળમાં તેમનું યોગદાન ઉદધૃત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો હર્ષદભાઈ પટેલ, વિવેકભાઈ કાપડિયા, હાર્દિકભાઈ વાચ્છાણી,કૌશિકભાઈ સપોવડિયા અને ઘનશ્યામભાઈ પટેલ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી.મંચ સંચાલન શ્રી ગુંજનભાઈ બુચ દ્વારા કરવામાં આવ્યું.

કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વદેશી  જાગરણના પૂર્વ સંયોજક શ્રી વિવેક ભાઈ કાપડિયા એ શ્રદ્ધેય શ્રી દત્તોપંતજી ના જીવન અને સ્વાવલંબન ઉપર ખૂબ જ રસપ્રદ માહિતી આપી. R.S.S. ગાંધીનગરના પૂર્વ જિલ્લા સંઘ ચાલક હર્ષદ ભાઈ એ દત્તોપંતજી ના જીવન મૂલ્ય વિશે વ્યક્તવ્ય આપ્યું, સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત સમન્વ્યક હાર્દિકભાઈ વાચ્છાણી એ સ્વાવલંબન અને સ્વાવલંબન કેન્દ્ર અંગે વ્યક્તવ્ય આપ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રદેશ સંરક્ષક ડો .મયુરભાઈ જોષીના માર્ગદર્શનમાં સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના સહ સંયોજક જાગૃતભાઈ દવે, સમન્વયક ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને જૈમિન ભાઈ વૈદ્ય એ ખૂબ જહેમત ઉઠાવી.

Swadeshi Jagran Manch 2

આ કાર્યક્રમનો બીજો ભાગ સ્વદેશી જાગરણ મંચ અખિલ ભારતીય ટીમ દ્વારા સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. સમારંભનું સ્થળ પર સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને દેશભરના 500 થી વધુ જિલ્લાઓમાંથી અને વિશ્વના ૧૮ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. શ્રી શ્રી રવિશંકર મહારાજ (સ્થાપક – આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન), શ્રી વી. ભગૈયાજી (ઓલ ઈન્ડિયા એક્ઝિક્યુટિવ મેમ્બર, આરએસએસ), અને ડૉ. ચિન્મય પંડ્યા (વાઈસ ચાન્સેલર, દેવ સંસ્કૃતિ વિદ્યાલય, હરિદ્વાર) જેવા નામાંકિત વક્તાઓ એ સ્વદેશી વિષય પર માર્ગદર્શન આપ્યું. માનનીય આર. સુંદરમજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ), ડૉ. ભગવતી પ્રસાદ શર્મા (અખિલ ભારતીય સંયોજક, સ્વાવલંબી ભારત અભિયાન), અને માનનીય કાશ્મીરીલાલજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ) આ સમારોહમાં હાજર હતા.

Share This Article