કેન્દ્ર સરકાર તરફથી કરાવવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯માં ફરી એકવાર ઇન્દોર સૌથી સ્વચ્છ શહેર માટે સન્માન મેળવી જતા આની ચર્ચા જોવા મળી રહી છે. આ રીતે ઇન્દોરે હેટ્રીક લગાવી લીધી છે. સર્વેમાં છત્તિસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રને સ્વચ્છતામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ત્રણ રાજ્યોમાં ગણવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરાખંડના ગૌચરને ગંગા નદીના કિનારે રહેલા સર્વશ્રેષ્ઠ વિસ્તાર તરીકે ગણવામાં આવતા નિષ્ણાંતોમાં તેની ચર્ચા જાગા મળી રહી છે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત બીજી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે કરવામાં આવી હતી. જેથી તેના પાંચ વર્ષ પરિપૂર્ણ થવા જઇ રહ્યા છે. મોદી સરકારના મોટા અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે તેને ગણવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આના કારણે સમાજની સામે સ્વચ્છતાના એજન્ડાને પણ સફળતાપૂર્વક રજૂ કરવામાં સરકારે સફળતા મેળવી છે.
દેશમાં સ્વચ્છતાને લઇને બનેલા માહોલના કારણે આજે ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક યુવતિઓએ તો પોતાના સાસરામાં શૌચાલય નિર્માણ પર ભાર મુક્યો છે. સાથે સાથે આ મુદ્દા પર મક્કમ રહી છે. કેટલીક યુવતિઓએ તો શૌચાલય ન હોવાની સ્થિતીમાં લગ્ન કરવાનો ઇન્કાર પણ કરી દીધો છે. ગ્રામીણ વિસ્તારમાં લોકો હવે પોતે આગળ આવીને શૌચાલયનુ નિર્માણ કરાવી રહ્યા છે. આ પરિવર્તન સતત પ્રચારના કારણે શક્ય છે. પરંતુ લાગે છે કે સરકારી મશીનરીમાં તેના તરીકાને લઇને કેટલાક ભ્રમની સ્થિતી છે. અથવા તો સરકાર આને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહી છે. તમામ નિષ્ણાંત લોકો કહે છે કે સ્વચ્છતા માત્ર જાહેર રસ્તા પર સ્વચ્છતા રાખીને આવી જશે નહીં. કચરાને કોઇ જગ્યાએ છુપાવી દેવાથી પણ સ્વચ્છતા આવી જશે નહીં. આનો સંબંધ રહેવા કરણી પર આધારિત છે. આના માટે માળખાકીય ફેરફારની જરૂરિયાત દેખાઇ રહી છે. સરકારને આના માટે મોટા પાયે રોકાણ કરવાની જરૂરિયાત પણ દેખાઇ રહી છે. આજે કેટલાક મોટા શહેરોમાં કચરો નાંખવા અને તેના પ્રોસેસિંગ માટેની કોઇ વ્યવસ્થા નથી. શહેરના માસ્ટર પ્લાન બનાવતી વેળા સામાન્ય રીતે ડંપિંગ ગ્રાઉન્ડ અથવા તો લેન્ડફિલ સાઇટ બનાવવા માટે ધ્યાન આપવામાં આવતુ નથી.
ત્યારબાદ કોઇ પણ ગંભીર નિતિની સાથે આગળ વધવાના બદલે કોઇ પણ જગ્યાએ આ કામ માટે રાખવાની જાહેરાત કરી દેવામાં આવે છે. જા કે આનુ નિર્માણ કરવામાં આવે તે પહેલા જ આસપાસના વિસ્તારમાં કોલોની કાપી લેવામાં આવે છે. જ્યાં રહેતા લોકો ત્યારબાદ નજીકમાં ઉભા રહીન કચરાના પહાડનો વિરોધ શરૂ કરી દે છે. આને ધ્યાનમાં લઇને કચરાને હટાવવા માટે જાહેરાત કરી દેવામાં આવે છે. કટલાક શહેરોમાં તો સીવર લાઇન ખુબ ઓછા લોકોને ધ્યાનમાં રાખીને નાંખવામાં આવી છે. કોઇ દિવસે સિંગલ સ્ટોરી પ્લાનને મલ્ટી સ્ટોરી પ્લાનમાં ફેરવી દેવામાં આવે છે. ટેકનિકલ બાબતોને આગળ માટે છોડી દેવામાં આવે છે. હાલમાં તો મોટા ભાગના નગરો પોતાના ખર્ચ માટે રાજ્ય સરકારો પર નિર્ભર રહે છે. તેમની રચનામાં રાજનીતિનુ પ્રભુત્વ રહે છે. સ્વચ્છતા માત્ર પ્રચાર અભિયાનથી આવશે નહીં. આના માટે ટાઉન પ્લાનિંગ સ્તરે તૈયારી કરવી પડશે.