ભારતની અગ્રણી સહકારી બેંકો પૈકીની એક એસવીસી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (એસવીસી બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે જાણીતી હતી)એ આજે દેશમાં અગ્રણી જનરલ વીમાકંપની એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ સાથે બેંકાશ્યોરન્સ જોડાણ કર્યું હતું. આ સમજૂતી બેંકના ગ્રાહકોને એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સની દેશમાં 11 રાજ્યોમાં 198 શાખાઓમાંની કોઈ પણ શાખામાંથી શ્રેષ્ઠ જનરલ વીમા ઉત્પાદનોની સંપૂર્ણ રેન્જનો લાભ લેવા સક્ષમ બનાવશે.
આ જોડાણ પર એસવીસી બેંકના ચેરમેન દુર્ગેશ ચંદાવરકરે કહ્યું હતું કે, “એસવીસી બેંકમાં અમે અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા વિસ્તૃત ઉત્પાદનો અને સોલ્યુશન્સ પૂરાં પાડવા સતત કાર્યરત છીએ. ભારતમાં વીમાની પહોંચ હજુ ઓછી છે અને વાસ્તવિક નાણાકીય સશક્તિકરણ અંતર્ગત વાજબી દરે વીમા ઉત્પાદનો પૂરાં પાડવાની અતિ જરૂર છે. અમે અમારા ગ્રાહકોની સંપૂર્ણ નાણાકીય સુખાકારી માટે અમારા જોડાણો વધારી રહ્યાં છીએ. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ સાથે અમારું જોડાણ એ જ દિશામાં વધુ એક પગલું છે.”
એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ જનરલ વીમાના વિવિધ ઉત્પાદનો પૂરાં પાડે છે, જેમાં હેલ્થ, પર્સનલ એક્સિડન્ટ, હોમ, મોટર અને ટ્રાવેલ તેમજ પ્રોપર્ટી, મરિન અને એન્જિનિયરિંગ વીમા જેવા વીમાના વાણિજ્યિક ઉત્પાદનો પૂરાં પાડે છે.
આ પહેલ પર એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના હોલ-ટાઇમ ડિરેક્ટર આનંદ પેજાવરે કહ્યું હતું કે, “એસવીસી બેંક દેશમાં અગ્રણી સહકારી બેંકો પૈકીની એક છે, જે 116 વર્ષથી કાર્યરત છે. બેંક 11 રાજ્યોમાં ગ્રાહકોને સેવા આપે છે અને વૃદ્ધિ માટે ચાવીરૂપ બજારોમાં અમારા ઉત્પાદનોની પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે. જ્યારે આ જોડાણ બેંકના ગ્રાહકો માટેની સુવિધામાં વધારો કરવામાં મદદરૂપ થશે, ત્યારે તેમને આકસ્મિક ઘટનાઓ અને જોખમો સામે સુરક્ષિત રહેવા વીમા ઉત્પાદનો પસંદ કરવાની સુવિધા આપશે.”