ગાંધીનગરઃ લીલા ગાંધીનગર ખાતે અર્થ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ઝીરો વેસ્ટ કુકિંગ કોમ્પિટિશનમાં 40 ઉત્સાહી મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સ્પર્ધકો દ્વારા ઘરે બનાવેલ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી, જેનું મૂલ્યાંકન ધ લીલા ગાંધીનગરની રસોઈ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પસંદ કરાયેલા ફાઇનલિસ્ટએ લાઇવ કુકિંગમાં ભાગ લીધો હતો, જ્યારે વિજેતાઓએ નાના ડેમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમની એક ખાસ વાત ધ લીલા ગાંધીનગરના એક્ઝિક્યુટિવ શેફ અમિત રોહિલા અને શેફ આશિષ ઠાકરે દ્વારા યોજવામાં આવેલ સસ્ટેનેબલ કુકિંગ માસ્ટરક્લાસ હતા, જેમાં ઇકો-ફ્રેન્ડલી કુકિંગ પદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઇનોવેટિવ ફૂડ એન્ટરપ્રેન્યોર્સ એસોસિએટ્સ (IFEA) અને SNS કુકિંગ ક્લબના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ હાઇ ટી અને હોટેલના પ્રવાસ સાથે સમાપ્ત થયો.
લીલા ગાંધીનગર અને મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે, “લીલા ગાંધીનગર ખાતે, અમે માનીએ છીએ કે સાચી આતિથ્ય સુવિધા આરામથી આગળ વધીને મન, શરીર અને ભાવનાનું પોષણ કરે તે છે. અમારો સર્વાંગી સુખાકારી કાર્યક્રમ ‘ઔજસ્ય’ મહેમાનોને માત્ર રોકાણ નહીં, પરંતુ સુખદ સફર પ્રદાન કરવા માટે ખાસ તૈયાર કરાયો છે. અમારે ત્યાં આવનાર મહેમાનને સંતુલિત અને સમૃદ્ધ વાતાવરણ મળી રહે તેવી અમારી પ્રતિબદ્ધતા છે.”
લીલા ગાંધીનગર દ્વારા આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં પણ આવ્યું હતું. “એક પેડ મા કે નામ” અભિયાનથી પ્રેરણા લઈને, હોટલના કર્મચારીઓએ 50 થી વધુ વૃક્ષો વાવ્યા અને ઘરમાં ઓર્ગેનિક ગાર્ડન પણ સ્થાપિત કર્યું. ઇલેક્ટ્રિક બાઇક રેલીમાં સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જ્યારે કર્મચારીઓએ એક સેશનમાં ભાગ લીધો, જેમાં કચરાનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તે દર્શાવવામાં આવ્યું