વિજય સેતુપતિ અને કેટરિના કૈફ સ્ટારર સસ્પેન્સ થ્રિલર ‘મેરી ક્રિસમસ’ આખરે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની વાર્તામાં દરેક પાત્રને ખૂબ જ શાનદાર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા તમને અંત સુધી જકડી રાખશે. જાેકે, ફિલ્મનો ફર્સ્ટ હાફ એટલો ખાસ નથી કારણ કે સ્ટોરી તમને કનફ્યુઝ કરી દેશે પણ ફરી જે બીજાે હાફ શરુ થાય છે તે તમને ખુરશી પકડીને બેસી રહેવા મજબુર કરી દેશે. વિજય સેતુપતિ અને કેટરિના કૈફની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં પહેલા ભાગમાં કંઈ ખાસ નથી અને સ્ટોરીને દર્શકો સાથે જાેડાતા સમય લાગે છે. ઈન્ટરવલની માત્ર ૨ મિનિટ પહેલાં, જબરદસ્ત શીન શરૂ થાય છે અને જ્યારે સેકન્ડ હાફ પસાર થાય છે, ત્યારે ફિલ્મની સ્ટોરી દર્શકોના હોશ ઉડાવી દે છે. જાે તમે મર્ડર મિસ્ટ્રી જાેવાના શોખીન છો તો તમને આ ફિલ્મ ખુબ પસંદ આવશે. જાે કે, ફિલ્મ પૂરી થયા પછી, તમે ટિ્વસ્ટ અને ટર્ન્સથી ભરેલા ક્લાઇમેક્સથી પણ તમે ચોકી જશો અને માથું ખંજવાળતા રહી જશો.

.
મેરી ક્રિસમસ ફિલ્મ ની વાર્તા જણાવીએ તો, ફિલ્મ તેના ટ્રેલરની જેમ જ શરૂ થાય છે જ્યાં સ્ક્રીનને બે ભાગમાં વહેંચવામાં આવી છે અને બે લોકો મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી રહ્યાં છે. તે પછી, ફિલ્મની શરૂઆત વિજય સેતુપતિ ૭ વર્ષ પછી તેના ઘરે પરત ફરે છે જ્યાં તે તેના પાડોશીને મળે છે, જે ટીનુ આનંદ દ્વારા ભજવવામાં આવે છે. તે ક્રિસમસની રાત હતી અને વિજયે તહેવારની ઉજવણી કરવા બહાર જવાનું નક્કી કર્યું અને એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યો જ્યાં તેણે કેટરિનાને તેની પુત્રી સાથે એકલી બેઠેલી જાેઈ અને તેના પ્રેમમાં પડી ગયો છે અને તેણી જ્યાં જાય છે ત્યાં તેને ફોલો કરે છે. થોડા સમય પછી તે તેની સાથે વાત કરે છે અને તેના ઘરે ક્રિસમસ ઉજવે છે. બંને ડાન્સ પાર્ટી કરે છે અને એકબીજા સાથે તેમના ભૂતકાળની વાત કરે છે. જ્યાં સુધી કેટરીના ઘરમાં ગુનાનો ભાગ બની ન હતી ત્યાં સુધી તેમની વચ્ચે વસ્તુઓ પરફેક્ટ રીતે ચાલે છે. આ વાર્તાનો અડધે થી ફરી જાય છે.
ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના નિર્દેશક શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે નાતાલની રાત્રીએ બનેલી ક્રાઈમની સ્ટોરીને શ્રેષ્ઠ રીતે બતાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ફિલ્મમાં ઘણી જગ્યાએ તમને એવું લાગશે કે અમુક સીન વધારે ખેચવામાં આવ્યા છે. આટલું જ નહીં, પહેલા હાફમાં શ્રીરામની સ્ટોરીની ડિરેક્શન થોડી કલાપ્રેમી લાગતી હતી અને પહેલી ૨૦-૩૦ મિનિટમાં કંટાળો આવી શકે છે. ફિલ્મના બીજા ભાગની વાર્તામાં દર ૧૦ મિનિટે ટર્નીગ પોઈન્ટ આવે છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની સ્ટોરી એટલી જાેરદાર છે કે દરેક સીન પછી બીજા સીન શું હશે તેની એક્સાઈટમેન્ટ રહે છે.