પટણા : બિહારમાં પુરની સ્થિતિ ગંભીર બનેલી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સુપર-૩૦ ફિલ્મ જોતા દેખાયા બાદ વિરોધ પક્ષોના નિશાના ઉપર આવી ગયા છે. સોશિયલ મિડિયા ફિલ્મ નિહાળતા સુશીલ મોદીના ફોટા વાયરલ કરવામાં આવ્યા બાદ હોબાળો થઇ ગયો છે. બિહારમાં પુરના કારણે હજુ સુધી ૭૦થી વધુ લોકોના મોત થયા છે ત્યારે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ સુશીલકુમારની ટીકા કરી છે.
બિહાર સરકાર દ્વારા ફિલ્મ સુપર-૩૦ને ટેક્સ મુક્ત કરી દીધા બાદ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સાથે વાતચીત કરી હતી. ઋત્વિક સાથે વાતચીત બાદ કેટલાક ફોટાઓ સોશિયલ મિડિયા પર વાયરલ થયા હતા. સોશિયલ મિડિયા ઉપર લોકોએ નાયબ મુખ્યમંત્રીને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. ૧૬મી જુલાઈના દિવસે ઋત્વિક રોશને સુશીલ મોદી સાથે વાતચીત કરી હતી. ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું. સુશીલ મોદીના નેતૃત્વમાં મલ્ટીપ્લેક્સમાં થ્રી ડિનરની સાથે ફિલ્મનું આયોજન કરાયું હતું.