નવી દિલ્હી : પ્રખર વક્તા અને દરેકના દિલોદિમાગ પર છવાયેલા આક્રમક અને શક્તિશાળી નેતા સુષ્મા સ્વરાજ આજે ભાવનાશીલ માહોલમાં પંચતત્વમાં વિલિન થઇ ગયા હતા. નમ આંખો સાથે હજારો લોકોએ પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દિલ્હી સ્થિત લોધી રોડ સ્મશાન ગૃહમાં તમામ હસ્તીઓની ઉપસ્થિતિમાં તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારની રસમને તેમની પુત્રી બાસુરી સ્વરાજે અદા કરી હતી. સુષ્મા સ્વરાજ પંચતત્વમાં વિલિન થવાની સાથે સાથે નીચે મુજબ છે.
- સુષ્મા સ્વરાજ તમામને રડાવી, યાદો છોડીને પંચતત્વમાં વિલિન થયા
- નમ આંખો સાથે હજારો લોકોએ પોતાના પ્રિય નેતાને વિદાય આપી
- દિલ્હી સ્થિત લોધી રોડ સ્મશાનગૃહ કેન્દ્રમાં તમામ હસ્તીઓની ઉપસ્થિતિમાં બપોર બાદ અંતિમસંસ્કાર
- અંતિમસંસ્કારની રસમ તેમની પુત્રી બાસુરી સ્વરાજ દ્વારા અદા કરવામાં આવી
- સુષ્માને અંતિમ વિદાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, સંરક્ષણમંત્રી રાજનાતસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિડલા, લાલકૃષ્ણ અડવાણી, અન્યો ઉપસ્થિત રહ્યા
- જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ અને અન્ય હસ્તીઓ ઉપસ્થિત રહ્યા
- પૂર્વ વિદેશમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટએટેકના કારણે ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું
- દિલ્હી સરકાર દ્વારા તેમના અવસાન પર બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી
- સુષ્મા સ્વરાજ પોતાના ઓજસ્વી ભાષણ માટે જાણિતા રહ્યા હતા
- મોદીની પ્રથમ અવધિમાં વિદેશમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી
- સામાન્ય લોકોમાં તેમની છાપ એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી હતી
- વાજપેયીની ત્રણેય અવધિમાં તેઓ કેબિનેટ મંત્રી તરીકે રહ્યા હતા
- દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે સુષ્મા સ્વરાજ રહ્યા હતા
- ૧૯૭૭માં ૨૫ વર્ષની વયમાં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા
- સૌથી નાની વયમાં કેબિનેટ મંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામ ઉપર છે
- એકાએક મંગળવારે આવસાન બાદ તેમના પાર્થિવ શરીરને રાત્રે જ એમ્સથી જનપથ સ્થિત આવાસમાં લઇ જવાયા બાદ તેમના દર્શન માટે મુકવામાં આવ્યા હતા
- આવાસ ઉપર તમામ લોકો પહોંચ્યા હતા
- બુધવારે આજે બપોરે તેમના પાર્થિવ શરીરને ભાજપ ઓફિસમાં લઇ જવાયા હતા જ્યાં હજારો લોકો અને કાર્યકરો માટે દર્શન માટે મુકવામાં આવ્યા હતા
- સુષ્મા સ્વરાજ ભાજપના શક્તિશાળી નેતા હોવાની સાથે સાથે અન્ય પક્ષોમાં પણ લોકપ્રિય હતા
- સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની લાંબી લાઇન લાગી
- સુષ્માને શ્રદ્ધાંજલિ આપતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનાશીલ બની ગયા
- સુષ્માના પાર્થિક શરીરને જાઇને મોદી ભાવનાશીલ દેખાયા અને તેમની પુત્રી બાંસુરીના માથા પર હાથ ફેરીને તેમની હિમ્મત વધારી
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ શ્રદ્ધાંજલિ આપી
- હરિશ સાલ્વેએ સુષ્માને તેમના બહેન તરીકે ગણાવીને યાદ કર્યા
- બુધવારના દિવસે એક રૂપિયાની પ્રતિક ફી લેવા માટે આવવા સુષ્માએ હરિશ સાલ્વેને કહ્યુ હતુ
- અવસાનના થોડાક સમય પહેલા જ અંતિમ ટ્વીટ કરીને મોદીને કલમ ૩૭૦ની નાબુદી માટે અભિનંદ આપ્યા હતા અને કહ્યુ હતુ કે તે આ દિવસની રાહ જોઇ રહ્યા હતા
- કેન્દ્રિય પ્રધાન અમિત શાહને પણ શાનદાર ભાષણ અને રજૂઆત બદલ અભિનંદન આપ્યા
- મસાલા કંપની એમડીએચના માલિક ધર્મપાલ ગુલાટીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને પોતે રડી પડ્યા હતા