નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ખુબ જ લોકપ્રિય નેતા સુષ્મા સ્વરાજના પાર્થિક શરીરને જોઇને ખુબ જ ભાવનાશીલ બની ગયા હતા. તેમની આંખો નમ થઇ ગઇ હતી. મોદી સરકાર-૧માં સાથી પ્રધાન તરીકે રહેલા સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવાસ પર મુકવામાં આવેલા તેમના પાર્થિક શરીરને જોઇને મોદી ખુબ ભાવનાશીલ બની ગયા હતા. શ્રદ્ધાંજલિ આપતી વેળા મોદીની આંખો નમ થઇ ગઇ હતી. મોદીએ ખુબ જ ગમગીન માહોલમાં સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજના માથા પર હાથ ફેરીને તેમની હિમ્મત વધારી હતી. મોદીએ શ્રદ્ધાંજલિ આપી ત્યારે તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ પણ હતા.
મોદીની સાથે સાથે તમામ નેતાઓ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ગઇકાલે મોડી રાત્રે તબિયત એકદમ બગડી ગઇ હતી. ત્યારબાદ તેમને એમ્સ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા જ્યાં તેમનુ નિધન થયુ હતુ. સુષ્મા લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવી હતી. બિમારીના કારણે જ તેઓએ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીથી પોતાને અલગ કરી લેવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૪માં સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલય માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. સુષ્મા સ્વરાજ જુદા જુદા હોદ્દા પર રહ્યા હતા.
મોડી રાત્રે તેમની તબિયત એકદમ ખરાબ થયા બાદ કેન્દ્રિય પ્રધાનો એમ્સ પહોંચી ગયા હતા. જેમાં ડોક્ટર હર્ષવર્ધન, મનોજ તિવારીનો સમાવેશ થાય છે. ૬૭ વર્ષની વયમાં તેમનુ અવસાન થયુ હતુ. દુનિયાભરની હસ્તીઓ દ્વારા તેમના અવસાન પર દુખ વ્યક્ત કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના પાર્થિક શરીરને કાર્યકરો અને લોકોના દર્શન માટે ભાજપ ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ આને લઇને દુખ વ્યક્ત કર્યુ છે. બંગાળના મુખ્યપ્રધાને પણ દુખ વ્યક્ય કર્યુ છે.