સુશાંત સિંહ રાજપૂતના ડોગ ફજનું નિધન, સુશાંત સિંહ સાથેના ફોટાથી થઇ જશો ભાવુક

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમચારે દુનિયાભરના લોકોને હચમચાવી દીધા હતા. ૧૪ જૂન ૨૦૨૦ના રોજ એક્ટર તેના જ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતની મોત બાદ ઘણા લોકોએ તેને તેના જૂના ફોટોઝ અને વીડિયોઝ દ્વારા ખૂબ જ યાદ કર્યો હતો. તેમાંથી જ કેટલાંક વીડિયો તેના ડોગી ફજ સાથે હતાં જે ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં જોવા મળી રહ્યું હતું કે ફજ સાથે સુશાંતની કેટલી મજબૂત બોન્ડિંગ હતી. હવે સુશાંતના નિધનના ત્રણ વર્ષ બાદ તેના ડોગી ફજે પણ દમ તોડી દીધો છે. ફજના મોતના સમચાર સુશાંતની બહેને એક ઇમોશનલ પોસ્ટ શેર કરતાં આપ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે ફજના બે અનસીન ફોટોઝ શેર કર્યા છે.

આ ફોટોઝમાંથી એકમાં ફજ, સુશાંત સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંનેની ખૂબસૂરત બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. તેવામાં ફજની બીજી તસવીર સુશાંતની બહેન સાથે છે. આ ફોટોઝ સાથે પ્રિયંકાએ જણાવ્યું છે કે ફજ તેના ભાઇને એટલો પ્રેમ કરતો હતો કે તે આ દુનિયાથી જઇને સ્વર્ગમાં પોતાના મિત્રને મળી રહ્યો છે. પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, કેટલો લાંબો સમય હતો ફજ! તુ સ્વર્ગમાં તારા મિત્ર પાસે પહોંચી ગયો છે…હું પણ જલ્દી જ પાછળ આવીશ! ત્યાં સુધી દિલ તૂટી રહ્યું છે. પ્રિયંકાની આ પોસ્ટ પર લોકોએ રિએક્શન આપ્યા છે અને ફજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઇએ કે સુશાંતના મોત પહેલા તેનો ડોગી ફજ તેની સાથે રહેતો હતો. તે પોતાના ડોગીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને સુશાંતના મૃત્યુ બાદ ફજ ખૂબ જ દુખી થઇ ગયો હતો.

સુશાંતના પરિવારે દુખી થઇને એક ખૂણામાં બેસી રહેતા ફજની ભાવુક તસવીરો પણ શેર કરી હતી. જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂન ૨૦૨૦ ના રોજ પોતાના મુંબઈના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, સીબીઆઈ પોતે આ મામલાની તપાસ કરી રહી છે. સુશાંતના મૃત્યુ બાદ તેના ડોગ ફજના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં તે ઉદાસ દેખાઈ રહ્યો હતો. સુશાંત અને તેના ડોગ વચ્ચે ખૂબ જ ખાસ બોન્ડિંગ હતું. અભિનેતાના મૃત્યુ પછી, તેના પરિવારે તેની સંભાળ લીધી. સુશાંત સિંહ રાજપૂતની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ તેના મૃત્યુ બાદ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ર્ં્‌્‌ પર રિલીઝ થઈ હતી જ્યાં તેણે ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

Share This Article