એશિયા કપ ૨૦૨૫ની શરૂઆત ૯ સપ્ટેમ્બરથી થનાર છે આ ટૂર્નામેન્ટની ફાઇનલ ૨૮ સપ્ટેમ્બરથી રમાશે. એશિયા કપ આ વખતે સંયુક્ત અરબ અમીરાતના બે શહેરો આબૂ ધાબી અને દુબઈમાં યોજાશે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત ૧૯ ઓગસ્ટે કરવામાં આવી શકે છે. જેના પર બધાની નજર છે.
એશિયા કપ પહેલા ભારતીય ટીમ માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ સ્વસ્થ થઈ ગયો છે અને તે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવા માટે તૈયાર છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સિલેન્સમાં રિહેબ કરી રહ્યો હતો, જ્યાં તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. સૂર્યકુમાર હવે એશિયા કપ માટે મુંબઈમાં યોજનાર પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લેશે.
બીસીસીઆઈના એક સૂત્રએ ઇન્ડિયન એક્સપ૩ેસને જણાવ્યું કે, તેણે ફિટનેસ સાબિત કરી દીધી છે અને એશિયા કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. કેટલાક દિવસ પહેલા સુધી સૂર્યકુમાર યાદવ COEમાં હતા, જ્યાં તે રિહેબ પ્રક્રિયામાંથી પસાર થશે. હવે તેને ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે. તે પસંદગી સમિતિની બેઠકમાં સામેલ થશે.
નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ બાદ જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. તેથી તે થોડા સમય માટે મેદાનથી દૂર હતો. સર્જરી બાદ સૂર્યકુમારે ફેન્સ સાથે અપડેટ શેર કરતા લખ્યું હતુ કે, સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી સફળ રહી છે. હું હવે સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યો છું અને જલ્દી મેદાન પરત ફરવાની રાહ જોઈ રહ્યો છું.