મુંબઇ : ઇદના તહેવારની સાથે સલમાન ખાનની કોઇ ફિલ્મ રજૂ કરવાનો પણ સમય હોય છે. હવે સલમાન ખાન માટે ફિલ્મ રજૂ કરવા માટે સમય હોય છે. આગામી વર્ષે આ સમય પર અક્ષય કુમારની ફિલ્મ પણ રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશીને લઇને હાલમાં ભારે ચર્ચા છે. ખાસ કરીને પોતાની ફિલ્મની રજૂઆત તારીખને લઇને અક્ષય કુમાર ચર્ચામાં છે. જાણવા મળ્યુ છે કે અક્ષય કુમારે પોતાની ફિલ્મને રજૂ કરવાની તારીખ નક્કી કરતા પહેલા બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન સાથે વાતચીત કરી હતી. ફોન પર સલમાન સાથે અક્ષય કુમારે વાત કરી હોવાના હેવાલ આવતા રહે છે. આવી સ્થિતીમાં અક્ષય કુમારે આવા અહેવાલને રદિયો આપ્યો છે.
અક્ષય કુમાર પોતાની ફિલ્મ કેસરીના એક ઇવેન્ટ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. આ ગાળા દરમિયાન અક્ષય કુમારે કહ્યુ હતુ કે સુર્યવંશી ફિલ્મ રજૂ કરવા માટે તારીખ નક્કી કરવા સલમાન સાથે કોઇ વાત થઇ નથી. તમામ લોકો સારી રીતે જાણે છે કે ઇદના પ્રસંગે દર વર્ષે સલમાન ખાનની કોઇ ફિલ્મ રજૂ કરવામાં આવે છે.
અક્ષય કુમારે બે સ્ટાર વચ્ચે સ્પર્ધાની વાતને રોકતા કહે છે કે આ તમામ બાબતો આધારવગરની છે. સ્ટાર વચ્ચે કોઇ સ્પર્ધા હોતી નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તમામ લોકોની છે. અહીં જામી રહેવાની બાબત જ સૌથી ઉપયોગી બાબત છે. અત્રે નોંધનીય છે કે સુર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમાર એક પોલીસ અધિકારીના રોલમાં છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીની સિંઘમ અને સિમ્બા બાદ અપરાધ પર આધારિત ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં અક્ષય કુમારન યાદદાર ભૂમિકા રાખવામાં આવી છે. અક્ષય પ્રથમ વખત રોહિત શેટ્ટીની સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફિલ્મને લઇને પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મની ઉત્સુકતા વધી ગઇ છે.