જ્ઞાનવાપી મસ્જિદના એક ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. સર્વે પહેલા ભોંયરાની સફાઈ કરવામાં આવી હતી. ટીમ સતત સર્વે કરી રહી છે. કાશી વિશ્વનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને ગેરબંધારણીય ગણાવ્યો છે.
તેમણે જણાવ્યું છે કે, આપણા દેશમાં કાયદો છે કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે મંદિર, મસ્જિદ અને ચર્ચ જેવું હતું તેવું જ રહેશે. વારાણસીમાં તમામ પક્ષકારોના મોબાઈલ ફોનને ચોક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા છે. કાર્યવાહીની જાણકારી ગુપ્ત રાખવા માટે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.
મસ્જિદમાં સર્વેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને હિન્દી અને મુસ્લિમ પક્ષના લોકોની સાથે બેઠક કરી સર્વે દરમિયાન શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી છે. અગાઉ જ્ઞાનવ્યાપી મસ્જિદના સર્વેનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. અંજુમન એ ઈંતેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે એક અરજી દાખલ કરી.
જ્યારે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કર્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ જણાવ્યું છે કે મેં અરજી જાેઈ નથી, મામલાને જાેઈશ. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. કમિટીએ પોતાની જીન્ઁમાં ઈલાહાબાદ હાઈકોર્ટના ર્નિણયને પડકાર્યો છે.
૨૧ એપ્રિલે હાઈકોર્ટે વારાણસીની નિચલી કોર્ટના ર્નિણય પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. નીચલી કોર્ટે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં વીડિયો સર્વે કરાવવા માટે કોર્ટ કમિશનર નિયુક્ત કર્યા હતા. હાઈકોર્ટે મસ્જિદ કમિટીની અરજીને નકારી દીધી હતી. હવે કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.
આજે વારાણસીમાં જ્ઞાનવાપી સર્વે શરૂ થયો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ આજે સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે. સર્વેના કામને લઈને તમામ પક્ષના લોકોની સાથે બેઠક થઈ છે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
પોલીસે સુરક્ષાના કારણોસર બેરિકેડ્સ લગાવીને રાખ્યા છે અને મંદિરથી લગભગ ૩૦૦ મીટર દૂર મીડિયા સહિત તમામ લોકોને રોકવામાં આવ્યા છે. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વે અને વીડિયોગ્રાફીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે સર્વે શરૂ થઈ ગયો છે. જ્ઞાનવાપી મસ્જિદના ૨ ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. મસ્જિદની અંદરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.