બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સર્જીકલ સ્ટ્રાઇકના વિડીયોને લઇને નરેન્દ્ર મોદીની વિચારધારા પર શંકા કરી છે. માયાવતીએ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી આ વિડીયો દ્વારા રાજનૈતિક ફાયદો લેવા માંગે છે. જ્યારે સર્જીકલ સ્ટ્રાઇક થઇ ત્યારે નહી અને અત્યારે જ આ વિડીયો બતાવીને ભારતીય જનતા પાર્ટી શું ઇચ્છે છે.
માયાવતીએ કહ્યુ કે, પાકિસ્તાનની અંદર ઘૂસીને આપણા જવાનોએ જે પ્રદર્શન કર્યુ છે તે કાર્યની બધા જ પ્રસંશા કરે છે. કોઇએ નરેન્દ્ર મોદી પાસે સર્જીકલ સ્ટ્રાઇકનું પ્રુફ માંગ્યુ પરંતુ આ વિષય રાજનીતિનો છે જ નહી. સેનાના જવાનો ઉપર તેમને કોઇ શંકા નથી, જવાનો પર તેમને ગર્વ છે.
માયાવતીએ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી સર્જીકલ સ્ટ્રાઇકનો વિડીયો બતાવીને 2019ની ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે કોઇ મુદ્દો ના હોવાથી આ મુદ્દાના આધારે ચૂંટણીમાં વોટ તેમના ખાતામાં લાવવા માટે મથી રહ્યા છે. માયાવતીએ ભારતીય જનતા પાર્ટી પર સવાલ ઉઠાવ્યા છે.