મ્યાંનમારમાં બળવાખોરોના કેમ્પોનો સફાયો કરવા માટે ભારતીય સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી કરી રહી હોવાના હેવાલ મળી રહ્યા છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ મ્યાંનમાર આર્મીએ એનએસસીએન (કે)ની સામે ઓપરેશન હાથ ધરવાની તૈયારી કરી છે.તૈયારીની સાથે સાથે નીચે મુજબ છે
- મ્યાંનમારમાં બળવાખોરોના કેમ્પોનો સફાયો કરવા માટે ભારતીય સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી કરી રહી હોવાના હેવાલ મળી રહ્યા છે
- લોકસભાની ચૂંટણી પહેલા નાગા સમજુતી કરવા માટે મોદી સરકાર પ્રયાસ કરી રહી છે
- કેટલાક નાગા સંગઠન સાથે વાતચીત કરવામાં આવી રહી છે પરંતુ જે સંગઠન તૈયાર નથી તેમના પર હવે દબાણ લાવવામાં આવી રહ્યુ છે
- મ્યાંનમાર સેના દ્વારા પહેલા માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે
- મ્યાંનમાર સેના પણ બળવાખોરો પર દબાણ લાવી રહી છે
- વર્ષ ૨૦૧૫માં ભારતે મ્યાંનમારમાં ઘુસીને કાર્યવાહી કરી હતી
- વર્ષ ૨૦૧૫માં મ્યાંનમાર બળવાખોરોના અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા હતા
- હાલમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
- એનએસસીએન (કે) દ્વારા પોતાની અલગ નાગા હોમલેન્ડને છોડવા માટેની માંગ સ્વીકારવા માટે તૈયારી દર્શાવી નથી
- નોર્થ ઇસ્ટ મ્યાંનમાર સાથે ૧૬૩૧.૩૪ કિલોમીટર બોર્ડર વિસ્તાર શેયર કરે છે. ભારતમાં આશરે ૨૦ લાખ નાગા છે. જ્યારકે મ્યાંનમારમાં ૧૫ લાખ નાગા છે
- નેશનલ લેવલની બેઠકમાં બંને દેશો કેટલાક પાસા પર સહમત થયા હતા. પોતાની જમીન પર સક્રિય રહેલા બળવાખોર સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે બંને દેશો સહમત થયા હતા