ભારતમાં ખોવાયેલા બાળકોની શોધ કરવા માટે રીયૂનાઇટ મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે. લોંચ કરાયેલી આ મોબાઇલ એપ્લિકેશન ખોવાયેલા બાળકોને તેમના માતા-પિતા સાથે મેળાપ કરાવવાનો આ પ્રયાસ ટેકનોલોજીના સુંદર ઉપયોગને દર્શાવે છે. આ એપ જીવન સાથે જોડાયેલા સામાજીક પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.
આ એપના માધ્યમથી માતાપિતા બાળકોના ફોટા, બાળકોની વિગત જેમ કે નામ, સરનામુ, જન્મ ચિહ્ન વગેરે એપલોડ કરી શકે છે, પોલિસ સ્ટેશનને રિપોર્ટ કરી શકે છે તથા ખોવાયેલા બાળકોની ઓળખાણ કરી શકે છે. ખોવાયેલા બાળકોની ઓળખાણ કરવા માટે ઇમેજનરિકોગનિશન, વેબ આધારિત ફેશિયલ રિગોગનિશન જેવી સેવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એપ એન્ડ્રોઇડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આ લોંચને કરતા જણાવ્યું કે આ એપને વિકસિત કરવા માટે સ્વયંસેવી સંગઠન બચપન બચાવો આંદોલન અને કેંપજેમિનીની પ્રસંશા કરી હતી.
બાળકોની સુરક્ષાના સંદર્ભમાં બચપન બચાઓ આંદોલન (બીબીએ) ભારતનું સૌથી મોટુ આંદોલન છે. બચપન બચાઓ આંદોલને બાળકોના અધિકારોના સંરક્ષણ સંબંધિત કાયદાનના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ આંદોલન ૨૦૦૬ના નિઠારી કેસથી શરૂ થયું હતુ. આ પ્રસંગે નોબલ એવોર્ડ વિજેતા અને બચપન બચાઓ આંદોલનના સંસ્થાપક કૈલાશ સત્યાર્થી પણ ઉપસ્થિત હતા.