અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જારદારરીતે વધી રહ્યું છે. અમદાવાદમાં આજે પારો ગઇકાલ કરતા પણ વધી ગયો હતો. ગઇકાલે રવિવારના દિવસે ૪૩ ડિગ્રીની સામે આજે પારો વધીને ૪૩.૨ સુધી પહોંચી ગયો હતો. પાટનગર ગાંધીનગરમાં ૪૩.૨, રાજકોટમાં ૪૩.૭, વીવીનગરમાં ૪૨.૨ સુધી પારો રહ્યો હતો. રાજકોટમાં પણ ૪૩થી ઉપર પારો પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જા કે, રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આ
જે સુરેન્દ્રનગરમાં થયો હતો જ્યાં પારો ૪૪ સુધી પહોંચી ગયો હતો અને જનજીવન ઉપર માઠી અસર થઇ હતી. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે અમદાવાદમાં પારો ૪૩ સુધી રહી શકે છે. જા કે, સુરેન્દ્રનગરમાં પારો આજે ૪૪ ઉપર પહોંચી જતાં લોકો ભારે પરેશાન દેખાયા હતા. પારો વધી ગયો છે ત્યારે ફુડ પોઇઝનિંગ અને પાણીજન્ય રોગના કેસોમાં પણ વધારો થયો છે. આ ગાળામાં ઝાડાઉલ્ટીના કેસો વધી ગયા છે. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ.
હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જારદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. પારો ૪૩થી ઉપર પહોંચી ગયો છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે. જા કે, ઉંચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી ન થતાં તંત્રએ રાહત અનુભવી છે.
હાલમાં હવામાનમાં પલટા વચ્ચે કેટલીક જગ્યાઓએ કમોસમી વરસાદ થયો હતો. ગરમીમાં હજુ કોઇ ઘટાડો થવાના સંકેતો નથી. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા હતા. જરૂરી કામ હોવાથી જ લોકો બહાર નિકળ્યા હતા. આજે રવિવારના દિવસે બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાતા તેની ચર્ચા લોકોમાં રહી હતી. બીજી બાજુ તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે.