સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું
ડાયમંડ સીટી કહેવાતું, ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું છે. સુરત હવે ક્લીન સીટી તરીકે પણ ઓળખ હાંસલ કરી ચૂક્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં ક્લીન સીટી તરીકે બિરુદ મળ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા મનપામાં ખુશીનો માહોલ છવાયો છે. પદાધિકારીઓએ સફાઇકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. મનપા વતીથી મ્યુ. કમિશનર અને મેયરે એવૉર્ડ સ્વીકાર્યો હતો. આખરે સ્વચ્છતા કર્મીઓની મહેનત અંતે રંગ લાવી હતી અને સુરતનું ગૌરવ દેશભરમાં વધ્યું છે. સુરતીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહે બિરુદ અપાવ્યું હોવાનો અગ્રણીઓ મત વ્યક્ત કરી રહયા છે.
