સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશને આખરે લીલીઝંડી મળી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા એકપછી એક ઐતિહાસિક ચુકાદા આપવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે. મહિલાઓને પ્રવેશની મંજુરી આખરે મળી ગઇ છે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે દરેક વયન મહલાઓ હવે મંદિરમાં પ્રવેશ કરી શકશે. શુક્રવારના દિવસે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિમાં મહિલાનુ સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પુજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી હતી. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ ચુકાદો વાંચતા કહ્યુ હતુ કે ધર્મના નામ પર પુરૂષવાદી વિચારધારા યોગ્ય નતી. વયના આધાર પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની બાબત ધર્મનો અખંડ હિસ્સો હોઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૪-૧ની બહુમતિ સાથે આવ્યો હતો. ફેંસલો  વાંચતા ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે ભગવાન અયપ્પા ના ભક્તો હિન્દુ છે. આવી Âસ્થતીમાં એક અલગ ધારેમક સંપ્રદાય બનાવવાના પ્રયાસ કરવા જાઇએ નહીં.

કોર્ટે કહ્યુ હતુ કે બંધારણની કલમ ૨૬ હેઠળ પ્રવેશ પર પ્રતિબંધને કોઇ કિંમતે યોગ્ય ઠેરવી શકાય નહી. બંધારણ પુજામાં ભેદભાવ કરી શકે નહી. માનવામાં આવે છે કે આ જજમેન્ટની વ્યાપક અસર થનાર છે. બીજી બાજુ ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ પદ્મકુમારે કહ્યુ હતુ કે બીજા ધાર્મક પ્રમુખોનુ સમર્થન મળી ગયા બાદ જ આ ચુકાદાની સામે ફેરવિચારણા અરજી દાખલ કરવાના સંબંધમાં વિચારણા કરવામાં આવનાર છે. ચીફ જસ્ટીસ  દિપક મિશ્રાના નેતૃત્વમનાં બેંચે આ ચુકાદો આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે હાઇકોર્ટે પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો હતો. જેને લઇને હોબાળો થયો હતો.

ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ એ પદ્મકુમાર કહી ચુક્યા છે કે, તમામના નિવેદનને ધ્યાનમાં લેવામાં આવ્યા બાદ વધુ પગલા લેવામાં આવશે. ચીફ જÂસ્ટસ દિપક મિશ્રાના નેતૃત્વમાં જÂસ્ટસ આરએફ નરિમન, જÂસ્ટસ એએમ ખાનવીલકર, જÂસ્ટસ ડીવાય ચંદ્રચુડ અને જÂસ્ટસ ઇન્દુ મલ્હોત્રા પાંચ જજની બેંચમાં સામેલ હતા. અલબત્ત આ ચુકાદો ૪-૧થી આપવામાં આવ્યો હતો. બેંચમાં સામેલ જÂસ્ટસ ઇન્દુ મલ્હોત્રાએ અલગરીતે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી જાગવાઈને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે, મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિર મામલાની સુનાવણી દરમિયાન કોર્ટ સલાહકાર રાજુ રામચંદ્રને કહ્યું હતું કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ એવી જ રીતે છે જે રીતે દલિતોની સાથે અસ્પૃશ્યતાનો મામલો રહેલો છે. કોર્ટના સલાહકારે કહ્યું હતુંકે, અસ્પૃશ્યતાની સામે જે અધિકારો છે તેમાં અપવિત્રતા પણ સામેલ છે. જા મહિલાઓના પ્રવેશ આ આધાર પર રોકવામાં આવે છે કે કેટલીક અપવિત્ર બાબતો રહેલી છે તો તે યોગ્ય નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જÂસ્ટસ નરિમને પ્રશ્ન કર્યો હતો કે, આનો આધાર શું રહેલો છે.

Share This Article