ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટે યોગી સરકાર પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે યોગી સરકારને નોટીસ નથી આપી પરંતુ સરકારને આ એન્કાઉન્ટર માટેના જવાબ માંગ્યા છે. માનવઅધિકાર માટે કામ કરનાર ઉત્તર પ્રદેશની સંસ્થાએ યુ.પી માં થયેલ 500 એન્કાઉન્ટર અને 58 લોકોના મોત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઇલ કરી હતી. જેના લીધે સુપ્રીમ કોર્ટે યોગી સરકાર પાસે આ એન્કાઉન્ટરની માહિતી માંગી છે.
ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે જેવી રીતે અપરાધીઓને સજા આપવવાનુ કામ કર્યુ છે. તેમાં જ 500 એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા અને તેન જવાબ હવે સુપ્રીમે યોગી આદિત્યનાથ સરકાર પાસે માંગ્યો છે. મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાંથી ક્રાઇમને ખત્મ કરવા માટે અભિયાન ચલાવ્યુ છે. તેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ યોગી સરકારે કામ શરૂ કરી દીધા છે.
થોડા સમય પહેલા જ બે આઇ એ એસને સસપેન્ડ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. બંને સામે પોતાની જવાબદારીથી ચૂકી જવાની વાત હતી. જેના લીધે બંનેને સજાના ભાગરૂપે સસપેન્ડ કરવામાં આવ્યા હતા.