સાવચેતી કરનાર સંતાનને વધુ સંપત્તિ પેરેન્ટસ આપી શકે છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દેખરેખ અને દરરોજની કાળજી લેનાર સંતાનને પેરેન્ટસ વધારે સંપત્તિ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપતી વેળા કેટલાક મહત્વના તારણ પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે માતાપિતાની દેખરેખ વધારે કરનાર સંતાનને પેરેન્ટસ વધારે સંપત્તિ આપી શકે છે. કોર્ટે સુનાવણી કરતા કહ્યુ હતુ કે પેરેન્ટસની દરરોજની દેખરેખને માત્ર સંપત્તિના સ્વાર્થ સાથે જોડીને જોઇ શકાય નહીં. સુપ્રીમ કોર્ટે મોટી વયના પેરેન્ટસની દેખરેખ કરનાર શખ્સને પ્રોપર્ટીના મોટા હિસ્સાને આપી દેવાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વેળા આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે કબુલાત કરી હતી કે જો કોઇ વરિષ્ઠ સભ્યોની દેખરેખ કરનાર સંતાનને માતા પિતા વધારે સંપત્તિ આપે તો આપી શકે છે. આને વયોવૃદ્ધ અવસ્થાનો લાભ લઇને સંપત્તિ પોતાના નામ પર કરવાના મામલા તરીકે જોઇ શકાય તેમ નથી. આ કેસ વર્ષ ૧૯૭૦ના દશકનો રહેલો છે. આ કેસની વિગત એવી છે કે બાઇઓ વચ્ચે સંપત્તિને લઇને લાંબા સમયતી વિવાદ ચાલી રહ્યો હતો.

આ વિવાદ પર ચુકાદો આપતા જસ્ટીસ નવીન સિંહા અને જસ્ટીસ ઇન્દિરા બેનર્જીએ કહ્યુ હતુ કે આ ચુકાદો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યા બાદ આપવામાં આવ્યો છે. જજોની બેંચે કહ્યુ હતુ કે કોઇ પણ પુરાવા વગર આ તારણ પર પહોંચી શકાય નહીં કે સંપત્તિ કબજે કરવા માટે સેવા કરવામાં આવે છે. એવી સંતાન જે માતાપિતા પ્રત્યે અપેક્ષાકૃત જવાબદારી ઓછી સ્વીકારે છે તેમની તુલનામાં વધારે જવાબદારી લેનાર સંતાન પર આવા નિર્ણયની પ્રતિકુળ અસર થશે. કોર્ટે કબુલાત કરી હતી કે માતાપિતાની દેખરેખ માત્ર સ્વાર્થના કારણે હોઇ શકે તેમ નથી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે કોઇ સંતાનને સંપત્તિનો મોટો હિસ્સો આપવાના આધાર પર આને જવાબદારી અદા કરવાની પ્રક્રિયા તરીકે જોઇ શકાય નહીં.

Share This Article