નવી દિલ્હી: એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે જંતરમંતર ઉપર ધરણા પ્રદર્શન કરવા ઉપરના પ્રતિબંધને ઉઠાવી લીધો છે. આની સાથે જ હવે જંતરમંતર પર ફરી એકવાર ધરણા પ્રદર્શન જાઈ શકાશે. દેખાવકારો અહીં પોતાના અવાજ ઉઠાવતા નજરે પડી શકશે. કોર્ટે કહ્યું છે કે, દિલ્હીમાં પ્રદર્શન પર સંપૂર્ણરીતે પ્રતિબંધ મુકી શકાય નહીં.
જંતરમંતર અને બોર્ડ ક્લબ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. પ્રતિબંધ ઉઠાવી લેવાનો ચુકાદો આપતા જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે દિલ્હી પોલીસને નવી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે સુચના આપી છે.
અરજકારો તરફથી સેન્ટ્રલ દિલ્હીમાં શાંતિપૂર્ણરીતે દેખાવો કરવાની માંગણી કરવામાં આવી હતી. અરજી કરનાર લોકોની એવી દલીલ હતી કે, પ્રદર્શન ઉપર પ્રતિબંધથી લોકોમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાના મૂળભૂત અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. અરજી કરનાર લોકોની દલીલ હતી કે, વર્ષ ૨૦૧૭માં એનજીપી દ્વારા જંતરમંતર ઉપર ધરણા પ્રદર્શન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર સેન્ટ્રલ દિલ્હીમાં દિલ્હી પોલીસ તરફથી હમેશા માટે કલ ૧૪૪ અમલી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૭માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એટલે કે એનજીટીના આદેશ બાદ જંતરમંતર પર ધરણા પ્રદર્શન થઇ રહ્યા નથી. ૧૦મી ઓક્ટોબરથી પોલીસે અહીં ધરણા પ્રદર્શન બંધ કરાવી દીધા હતા. પ્રદર્શન સ્થળ દેખાવકારો માટે જંગનું મેદાન બની ગયું હતું. એ
નજીટીએ કહ્યું હતું કે, આ ક્ષેત્ર દેખાવકારો દ્વારા ગંદગી ફેલાવવા માટે મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં કરાયેલી અરજી ઉપર એમસીડી, દિલ્હી પોલીસ અને એનએમડીસીને નોટિસ ફટકારી હતી.