જામિયા હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જામિયા અને અલિગઢ યુનિવર્સિટીમાં હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આજે મામલામાં સુનાવણી કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે જોરદાર લાલ આંખ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે શાતિપૂર્ણ દેખાવ અને વિરોધ પ્રદર્શન કરી શકાય છે પરંતુ હિસા બિલકુલ યોગ્ય નથી. હિંસાને કોઇ ભોગે ચલાવી લેવામા આવશે નહી. શાંતિપૂર્ણ પ્રદર્શન કરી શકાય છે. જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી સામેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામા આવી હતી.

અરજી કરનાર લોકોની દલીલ છે કે સમગ્ર દેશમાં માનવ અધિકારના ભંગ થઇ રહ્યા છે. પોલીસ કાર્યવાહી અયોગ્ય હોવાની દલીલ કરવામાં આવી હતી. અરજી કરનાર લોકો તરફથી ઇન્દિરા જયસિંહ દ્વારા દલીલ કરવામાં આવી હતી. તેઓએ ચીફ જસ્ટીસની સામે દલીલો કરી હતી. ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે હિંસા બિલકુલ યોગ્ય નથી. જો મામલાના સમાધાન માટે પહોંચી ગયા છો તો શાંતિ સાથે તેમની દલીલો રજૂ કરવી જોઇએ. પોલીસ કાર્યવાહીના સંબંધમાં દલીલ કરવામાં આવી હતી. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ કાનુનનો મામલો છે. આમાં દિલ્હી પોલીસને કાર્યવાહી કરવાની જ રહેશે.

અત્રે નોંધનીય છે કે નાગરિક કાનુન પાસ કરવામા આવ્યા બાદ દિલ્હી સહિત દેશના કેટલાક ભાગોમા વિરોધ પ્રદર્શન જારી છે. આસામ અને પૂર્વોતરના અન્ય રાજ્યોમાં જોરદાર દેખાવ થઇ રહ્યા છે. આસામમાં તો હિંસામાં હજુ સુધી ચાર લોકોના મોત થઇ ચુક્યા છે. નાગરિક સુધારા બિલ હાલમાં લોકસભા અને રાજ્‌યસભામાં પાસ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ આને મંજુરી આપી ચુક્યા છે. હવે તે કાનુન છે. વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

Share This Article