વિજ્ઞાનમાં સાબિતી મળી ચુકી છે કે આ ઢોગી બાબામાં કોઇ માયાવી શક્તિ હોતી નથી. ભોળા ભક્તોને લૂંટ કરવાનો તેમનો એકમાત્ર ઇરાદો હોય છે. કોર્ટ અને તપાસ સંસ્થાઓ દ્વારા તેમની સામે શરૂઆતથી જ આકરી કાર્યવાહી કરવી જોઇએ. આવુ કરવાથી તેમની ગતિવિધી પણ બ્રેક મુકાશે. સાથે સાથે મોટી સંખ્યામાં પુરૂષો અને મહિલાઓ તેમના શોષણ અને અત્યાચારથી બચી જશે. રાજકીય આશ્રય વગર આ ઢોગી બાબાને આગળ વધવાની તક મળી શકે તેમ નથી. રાજકીય આશ્રય વગર આ ઢોગી બાબા પોતાના માયાવી સંસારને ચલાવી શકે તેમ નથી. ચૂંટણીના સમયમાં તો રાજકીય પક્ષોના નેતાઓ તેમના આશ્રમમાં પણ પહોંચે છે. તેમની સાથે બેઠકો કરે છે. તેમના ભક્તોના મત પોતાની તરફેણમાં કરવા માટેના પ્રયાસ કરવામાં આવે છે.
રામરહીમન્ની ધરપકડ વેળા પંચકુલામાં થયેલા તોફાન સરકારની ઉદાસીનતાના કારણે થયા હતા. રામપાલના આશ્રમમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. તે પણ સાબિતી આપે છે. ચૂંટણીના સમયમાં મોટા મોટા રાજકીય નેતાઓ અને મંત્રીઓ દંડવત કરતા નજરે પડે છે. સાથે સાથે અપરાધી બાબાઓને પોતાની તરફેણમાં મત આપવા માટે અપીલ કરવામાં આવે છે. આ બાબાઓનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે તે પણ રાજનેતાઓ ખુબ સારી રહીતે જાણે છે.
આવી સ્થિતીમાં રાજકીય નેતાઓ પણ ઢોગી બાબાઓથી દુર રહે અને તેમની ગતિવિધીને જાહેર કરવામાં મદદ કરે તે જરૂરી છે. મોટા ભાગના ઢોગી બાબાઓ ખુબ ખતરનાક સાબિત થઇ ગયા છે. તેમના સાથીઓ અને સમર્થકો દ્વારા હત્યા અને અપહરણના કૃત્યોને પણ અંજામ આપે છે.