નવી દિલ્હી : પ્રધાનમંત્ર કિસાન સન્માન નિધી (પીએમ કિસાન) સ્કીમના પ્રથમ હપ્તાની રકમ મેળવી લેવા માટે આધારને ફરજિયાત ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે સત્તાવાર દસ્તાવેજાના કહેવા મુજબ હવે બીજા હપ્તાની રકમ મેળવી લેવા માટે આધાર કાર્ડ જરૂરી રહેશે. યોજના હેઠળ ખેડુતોને આપવામાં આવનારપ આવક સહાયતા રકમના પ્રથમ હપ્તાની રકમ મેળવી લેવા માટે ખેડુતો તૈયાર છે. ખેડતોને પ્રથમ હપ્તાની રકમ આ મહિનામાં જ ચુકવી દેવામાં આવનાર છે.
બીજા સરકારી ઓળખપત્રને પણ માન્ય ગણવામાં આવનાર છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ખેડુતોને આપવામાં આવનાર પ્રથમ હપ્તાની ચુકવણી વેળા પ્રમાણિતતાની ખાતરી કરવા માટે ખેડુતની પાસે આધાર કાર્ડ જરૂરી નથી. અન્ય દસ્તાવેજાને પણ માન્ય ગણવામાં આવનાર છે. આધાર કાર્ડ ન હોવાની સ્થિતીમાં ખેડુત સરકાર દ્વારા આપવામા આવેલા બીજા ઓળખ પત્રને રજૂ કરી શકશે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, મતદાર કાર્ડ પણ સામેલ છે. જા કે બીજા હપ્તાની રકમ મેળવી લેવા માટે આધાર કાર્ડ જરૂરી રહેશે. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ બાદ કૃષિ ભૂમિ ખરીદનાર લોકો આગામી પાંચ વર્ષ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશે નહી.
મહત્વકાક્ષી યોજનાને લાગુ કરવા માટે બેંકોની ભૂમિકા સૌથી મોટી રહેનાર છે. મહારાષ્ટ્રમાં ખેડુતોની લોન માફી હોય કે પછી ઓરિસ્સામાં કાલિયા યોજના હેઠળ ખેડુતોના બેંક ખાતામાં પ્રથમ હપ્તાની રકમ જમા કરવાની વાત હોય દરેક વખતે અનેક સમસ્યા નડી છે. રાજય સરકારો ડેટા બેઝ તૈયાર કરી રહી છે. જેમાં તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.