ફિલ્મ ‘સાહો’ માટે સુપરસ્ટાર પ્રભાસે ઘટાડયુ વજન

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બાહુબલીની વિશાળ સફળતા બાદ, અભિનેતા પ્રભાસ હવે પોતાની આગામી ફિલ્મ સાહો સાથે ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર છે.

”સાહો”ના નિર્માતાઓએ તાજેતરમાં જ મેકિંગ ઝલક બતાવતાં ”શેડ્સ ઓફ સાહો”ની શૃંખલાની રિલીઝ કરી હતી જેના બંને અધ્યાયમાં કલાકારોની ઝલક દેખાડતા આ શૃંખલાએ તહેલકો મચાવી દીધો છે અને વીડિયોમાં પ્રભાસના સ્ટાઇલિશ લુકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અભિનેતાએ ફિલ્મ માટે આકરી મહેનત કરી છે જેના લીધે પ્રભાસે ૭ થી ૮ કિલો વજન પણ ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો, સાથે જ અભિનેતાએ જિમમાં જઇને પણ પરસેવો પાડ્યો છે.

અભિનેતા પોતાની આગામી ફિલ્મ ”સાહો”ની સાથે ફેન્સના દિલ જીતવામાં કોઇ કસર છોડવા માંગતા નથી અને એટલા માટે ફિલ્મ માટે ખૂબ પરસેવો પાડી રહ્યા છે.

શ્રદ્ધા કપૂરની સાથે બાહુબલી મેગાસ્ટાર પ્રભાસ પોતાની આગામી એક્શન થ્રિલર ‘સાહો’ની સાથે દેશભરમાં પોતાના ફેન્સને આશ્વર્યચકિત કરતાં જોવા મળશે. આ ભારતની પહેલી બહુભાષી ફિલ્મ છે જેને હિંદી, તમિળ અને તેલૂગૂમાં શૂટ કરવામાં આવી રહી છે.

Share This Article