અશોક લીલેંડે હાલમાં જ સ્કુલનના બાળકો માટે નવી સનશાઇન નામની સ્કુલ બસ ડિઝાઇન કરી છે. આ બસ અત્યાર સુધીની સૌથી આધુનિક સુરક્ષા ઉપાયો સાથેની બસ છે. આ સ્કુલ બસમાં સરકાર દ્વારા કહેવામાં આવેલ તમામ સુરક્ષા સાધનો ઉપલ્બધ છે. આ બસ બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે જેમાં બાળકોના પ્રમાણમાં બસની સીટ બનાવવામાં આવી છે.
બસની બારી પણ એવી રીતે ડિઝાઇન કરી છે કે બાળકોને બહારના દ્રશ્યો જોવામાં તકલીફ ના પડે, આ સિવાય બસના દરવાજા પણ સુરક્ષિત છે. સામાન્ય બસમાં એક્સિડેન્ટ થાય તો બસના આગળના ભાગમાં સૌથી વધુ નુકશાન થાય છે પરંતુ સનશાઇન બસમાં બમ્પર એટલા મજબૂત છે કે જે બસની અંદર નુકશાન નહી પહોંચવા દે.
સનશાઇન બસની વિશેષતા છે કે બસનો ઇમરજન્સી દરવાજો બહારની બાજુ ખુલે છે. આ બસમાં આગ બૂજાવવા માટે 10કિલોના 3 સિલિન્ડર છે. બસની અંદર ફર્સ્ટ એઇડ બોક્સ પણ રાખવામાં આવેલું છે જેથી ઇમરજન્સીમાં તે કામ લાગે. બસમાં ફ્રી-ફ્લો ફ્યુલ સિસ્ટમ છે. હવાના દબાણને રોકવા માટે આ બસમાં પુશ-ટુ-ફિટ કનેક્ટર લગાવવામાં આવ્યુ છે.
સનશાઇન બસમાં કરવામાં આવેલા લગભગ દરેક પરિક્ષણમાં તે સફળ થઇ છે. બાળકો માટેની પરફેક્ટ સ્કુલબસ છે સનશાઇન બસ. બાળકો જ્યારે બસમાંથી બહાર નીકળે ત્યારે તેમને દરવાજો માથામાં ના અડે તેની પણ ખાસ સુવિધા કરવામાં આવી છે. આજકાલ બાળકોને સ્કુલબસમાં મોકલતા પણ ડર લાગે છે કારણકે એક્સિડેન્ટની સંખ્યા પણ વધી છે. સનશાઇન સ્કુલ બસ એ તમારા બાળક માટે બેસ્ટ ઓપ્શન છે કારણકે તેમાં ધાતુના બમ્પર લગાવવામાં આવેલ છે, જેના દ્વારા આગળથી જો બસનું એક્સિડેન્ટ થાય તો અંદર કોઇને પણ ઇજા ન પહોંચે.