હૈદરાબાદ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં સનરાઈઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે જંગ ખેલાશે. આ મેચ ખૂબ રોચક બની કે છે. વિરોટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ અપેક્ષા મુજબ દેખાવ કરી શકી નથી. તેની હારનો સીલસીલો જારી રહ્યો છે. બીજી બાજુ સનરાઈઝ હૈદરાબાદની ટીમ જોરદાર ફોર્મમાં આવી ચુકી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના ધરમખમ બેટ્સમેન ડેવિડ વોર્નર ટીમમાં આવ્યા બાદ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. વિલિયમ્સન પણ ટીમમાં આવી ચુક્યા છે. રશીદ ખાન પાસેથી પણ શાનદાર દેખાવની આશા છે. કોહલીની ટીમ હજુ સુધી ફ્લોપ રહી છે. તેની પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળશે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે.
આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જાવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મેચનું પ્રસારણ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી કરવાં આવશે. વિરાટ કોહલી પર દબાણ વધ્યું છે. બંને ટીમો નીચે મુજબ છે.
સનરાઇઝ હૈદારબાદ : અભિષેક , બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુÂપ્ટલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે, ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ.