સની લિયોન હવે કોસ્મેટિક લાઇનને લઇ ભારે ચર્ચામાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડમાં હાલમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે રહેલી સની લિયોન ફરી એકવાર ચર્ચામાં છે. સની લિયોન પોતાના કોસ્મેટિક બ્રાન્ડને કસ્ટમર્સ સુધી પહોંચાડી દેવા માટે તેમની સાથે પોતે પણ મળનાર છે. તે નવા પ્લાન કરી રહી છે. સની લિયોન હાલમાં બોલિવુડમાં સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટી તરીકે ઉભરી આવી છે.

તે પોતાની ફિલ્મને લઇને પણ ખાસ પ્લાન કરી રહી છે. પોતાના કોસ્મેટિક લાઇનને લઇને સની લિયોન પોપ અપ ઇવેન્ટ હોસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.  પોપ અપ શોપ ઓનલાઇન સોદાગર માટે પોતાના ટેમ્પરી સ્ટોર મારફતે કસ્ટમર્સ સાથે સીધી રીતે જાડાઇ જવા વિચારી રહી છે. તેની લોકપ્રિયતા હાલમાં દિન પ્રતિદિન વઘી રહી છે. સૌથી પ્રચલિત તરીકો એ છે કે ઇન્ડિયામાં હાલમાં તે વધારે લોકપ્રિય નથી.

હવે એવા હેવાલ આવ્યા છે કે સની લિયોન પોતાના આ બ્રાન્ડ માટે  પોપ અપ ઇવેન્ટ હોસ્ટ કરનાર છે. સની લિયોન આ આઇડિયા પર કામ કરવાને લઇને ખુબ જ ઉત્સુક છે. તે પોતાના નવા બ્રાન્ડને લઇને પર્સનલી રીતે લોકોને મળનાર  છે.  સની લિયોનનુ કહેવુ છે કે આ પ્રકારની ચીજા લોસએન્જલસમાં ખુબ લોકપ્રિય હોય છે. જ્યાં સેલિબ્રીટી બ્રાન્ડ અથવા તો કોિ મોટી બ્રાન્ડને લઇને આવે છે ત્યારે આ જ રીતે પ્રચાર કરે છે. આના માટે મોલ અથવા તો કોઇ ખાસ એરિયામાં એક્સક્લુસીવ પોપ અપની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના ભાગરૂપે હવે તે ભારતમાં પણ આવી યોજના તૈયાર કરી રહી છે. પોતાની કોસ્મેટિક બ્રાન્ડ માટે પોપ અપ ઇવેન્ટનુ આયોજન કરવાને લઇને સની લિયોન ભારે ખુશ દેખાઇ રહી છે. તે આશાવાદી પણ બનેલી છે.

Share This Article