સની લિયોની તેના ફેન્સની સોશિયલ એક્ટિવિટીઝથી ફિદા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવૂડની ‘બેબી ડોલ’ સની લિયોનીની ૪૧મી બર્થ ડે ગત ૧૩ માર્ચના રોજ હતી અને તે દિવસે કર્ણાટકના એક ગામમાં તેના ફેન્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સની તેના ફેન્સ દ્વારા કરવામાં આવેલી આ એક્ટિવિટીથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ શેર કરી હતી.

મારા માટે આ માનવું અઘરું છે, મારા જન્મદિવસે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન! હું પણ બ્લડ ડોનેટ કરીશ. તમે લોકોએ આ વર્ષે મારી બર્થડેને વધુ સ્પેશિયલ બનાવી દીધી છે. લવ યુ! સનીના દિલમાં અનાથ બાળકો માટે સ્પેશિયલ પ્લેસ છે અને તેણે અનાથ બાળકોને એડોપ્ટ પણ કર્યા છે.

આ સાથે જ તે અવારનવાર અનાથ આશ્રમની મુલાકાત લઈને બાળકો માટે ડોનેશન કરતી રહે છે અને તેમના ડેવલપમેન્ટ માટેના કાર્યક્રમોમાં જાેડાતી રહે છે. ફેન્સ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન પ્રોગ્રામમાં ૩૯ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. કેમ્પનું આયોજન કરનાર ફેનનું કહેવું છે કે, સનીની અનાથ બાળકો માટેની સોશિયલ એક્ટિવિટીઝથી અમે બધા પ્રભાવિત છીએ અને અમે પણ સની ફેન્સ એસોશિયેશન હેઠળ સામાજિક પ્રવૃત્તિ કરતા રહીએ છીએ અને આગળ પણ કરતા રહીશું.

બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં સનીનું મોટું પોસ્ટર લગાવી તેને હાર પહેરાવવામાં આવ્યો હતો અને કેક કાપીને ફટાકડા ફોડવાની સાથે જમણવારનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો.

Share This Article