સની લિઓની કુમકુમ ભાગ્યની મોટી ચાહક છે

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

કુમકુમ ભાગ્યએ તેને મળેલા અભુતપૂર્વ પ્રતિસાદ અને તેની રસપ્રદ વાર્તા અને પ્રેમાળ પાત્રોના લીધે દર્શકોના દિલ પર છેલ્લા ૫ વર્ષથી રાજ કરી રહ્યો છે. સમગ્ર દેશના પ્રેમીઓને આપવામાં આવેલા કેટલાક લક્ષ્યાંકોની સાથે તેના મુખ્ય કલાકારો રોકસ્ટાર અભી (શબ્બીર આહ્લુવાલિયા) અને પ્રજ્ઞા (શ્રિતિ ઝા)ની અદ્દભુત કેમિસ્ટ્રી જોવા મળી છે, શોમાં હવે, તેમની યુવા કોલેજ જતી દિકરીઓ પ્રાચી (મુગ્ધા ચાફેકર) અને રિયાહ (નૈના સિંઘ) તથા તેઓ જેમને પસંદ કરે છે રણબિર (ક્રિષ્ના કૌલ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કુમકુમ ભાગ્યનો વધુ એક સેલિબ્રિટી ચાહક પણ છે અને તે અન્ય કોઈ નહીં પરંતુ અત્યંત પ્રતિભાશાળી અને સુંદર સન્ની લિઓની છે.

Sunny Leone

વીજે, મોડેલ અને ડાન્સરની સાથોસાથ સન્નીએ સમયાંતરે હિન્દી સિનેમા મેઇનસ્ટ્રીમમાં પણ અગ્રણી ભૂમિકાઓ કરેલી છે. અને તેને પરિણામે, સન્નીએ હિન્દી ભાષા પર પ્રભુત્વ મેળવવા માટે તથા તેના સ્પષ્ટ ઉચ્ચારણ માટે મહેનત કરી રહી છે. તો તેની નવીનતમ પ્રેરણા છું છે? આ, અભિનેત્રીએ તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જ્યાં તે અભિનેત્રી મુગ્ધા (પ્રાચી)ના ડાયલોગની સાથે લિપ-સિંકિંગ કરી રહી છે અને તેમાં તેનો પોતાનો પણ ચાર્મ ઉમેર્યો હતો. તો, એ પૂરતા પૂરાવા છે કે, આપણી ચહિતી બી-ટાઉનની આ છોકરી કુમકુમ ભાગ્ય શોને તેના ચાહકોની જેમ જ માણે છે. આપણે બચી નથી શકતા પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલા એ વીડિયોમાં જોઈ શકીએ છીએ કે, કેટલી સરળતાથી સન્ની કુમકુમ ભાગ્યના એક એપિસોડના ડાયલોગની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. તેને તેના હિન્દીના પાઠ પાછળની ઘેલછા અને આભાર વ્યક્ત કરતા તેના કેપ્શનમાં જણાવ્યું હતું કે, “એક્ટિંગ વર્કશોપ ૧૦૧… મારા આગામી માટે હું શું તૈયારી કરું… કુમકુમ ભાગ્યનો ખૂબખૂબ આભાર અને જ્રઆઇટીઆઇશ્રિતિ જ્રશબ્બીર આહ્લુવાલિયા, એ શ્રેષ્ઠ છે, સમય પસાર કરવા માટે જ્યારે હું ખરેખર આ શોને જોઇને હું મારી કોઈ મુર્ખ કોમેન્ટ્રી નથી કરતી. ઇશ્વરના આશિર્વાદ.

દેખીતી રીતે જ, તેને મુગ્ધા ઉર્ફે પ્રાચીને પણ આશ્ચર્યમાં નાખી દીધી. ખરેખર તો, આપણી મુગ્ધાએ પણ આ વીડિયોના થોડા સમય બાદ પોસ્ટ કર્યો અને લખ્યું કે, “હા હા હા, તું ખૂબ જ સુંદર છે જ્રસન્ની લિઓની ઈંફન.”

સફળ અને લાંબા સમયથી ચાલતા આ શોએ, તાજેતરમાં જ તેના ૫ વર્ષની ઉજવણી કરી છે, જે શોની સાથોસાથ તેના કલાકારો અને અભિનેતાઓ શબ્બીર આહ્લુવાલિયા, શ્રિતિ ઝા, ધિરજ ધૂપર, શ્રદ્ધા આર્યા, માનિત જૌરા, રુહી ચતુર્વેદી, ક્રિષ્ના કૌલ, મુગ્ધા ચાફેકર, નૈના સિંઘ, કરણ ટાકર, શોએબ ઇબ્રાહિમ પણ આ ઉજવણીનો હિસ્સો બન્યા હતા.

Share This Article